વિશ્વ તમાકુ નિષેધ દિન

વિશ્વ તમાકુ નિષેધ દિન
વિશ્વ તમાકુ નિષેધ દિન
પણ, માત્ર કચ્‍છની સરકારી હોસ્‍પિટલની જ વાત કરીએ તો અદાણી સંચાલિત ભુજની જી.કે જનરલ હોસ્‍પિટલમાં છેલ્લા એક વર્ષમાં તમાકુને કારણે મોંઢાના કેન્‍સરના ૧૭૦ ઓપરેશન કરવામાં આવ્‍યા છે, એવું, ઈ એન ટી વિભાગના તબીબોએ ૩૧મી મે ના રોજ ઉજવાતા તમાકુ નિષેધ દિન નિમિતે જણાવ્‍યું હતું.હોસ્‍પિટલના ઈ એન ટી વિભાગના ડોક્‍ટર અજિત ખીલનાનીએ કહયું કે, તમાકુની આદતને કારણે જીભ, જડબાં, સ્‍વરપેટી અને અન્નનળીના કેન્‍સર થવાની શક્‍યતા રહે છે. આજે ૩૧ મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ, આજે વાત કરવી છે, તમાકુને કારણે થતી કેન્‍સર જેવી ભયંકર બીમારીની. તમાકુના કારણે કેન્‍સરની બીમારીનું પ્રમાણ કચ્‍છ જિલ્લામાં વધ્‍યું છે. કેન્‍સર પીડિત દર્દીઓ સરકારી તેમ જ ખાનગી હોસ્‍પિટલમાં જિલ્લામાં અને જિલ્લા બહાર સારવાર લે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વિભાગના વડા ડો. નરેંદ્ર હિરાણીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન કરવામાં આવ્‍યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જો કેન્‍સરથી બચવું હોય તો તમાકુ, બીડી, સિગારેટᅠ માવા અને ગુટકાની આદતને દેશવટો આપવોᅠ અનિવાર્ય છે. આમ તો વ્‍યસન દરેકને છોડવું હોય છે પણ યક્ષ પ્રશ્ન એ છે કે છોડવુંᅠ કેમ.? વ્‍યસની વ્‍યસન છોડવા અલગ અલગ નૂસખા અજમાવે છે,પણ મનોચિકત્‍સકની સલાહ કોઈ લેતું નથી.જી. કે જનરલ હોસ્‍પિટલના મનોચિકત્‍સા વિભાગના હેડᅠ ડો મહેશ ટીલવાનીએ કહ્યું કે, અત્રેᅠ કોઈ આદત છોડવા માંગતું હોય તેમનું કાઉન્‍સિલિંગ પણ થાય છે.જોકે દરેકની માનસિકતા અલગ હોય છે,તેથી વ્‍યસન છોડવા ની કોઈ એક ફોર્મ્‍યુલા દરેક માટે લાગુ પડી શકે નહિ.એક વ્‍યક્‍તિએ જે રીતે તમાકુનો ત્‍યાગ કર્યો હોય એ રીતે બીજા ના કરી શકે.

Read About Weather here

પરંતુ વ્‍યસનમુક્‍ત થવું જરૂરી છે.તેમાં હતાશ ના થવું અને દાનત સ્‍પષ્ટ હોય તો આ કામ અશકય નથી.મનોચિકિત્‍સા વિભાગના જ ડો.ચિરાગ કુંડલિયાએ આ અંગે જણાવ્‍યું કે,જી. કે માં વ્‍યસન છોડાવ્‍યાના દાખલા છે. તેમણે વ્‍યસમુક્‍તિ અંગે માહિતી આપતા જણાવ્‍યું હતું કે ચ્‍યુંગમ,દવા ટેબ્‍લેટ ઉપલબ્‍ધ છે.સાથે અનેક થિયરી પણ છે.જેમકે વ્‍યસન ધીમે ધીમે છોડવું. અલબત્ત એ અઘરૂં છે. ખાસ તો એ છે કે જેમને વ્‍યસન નથી તેમણે દોસ્‍તોને રવાડે ચડી મજાᅠ ખાતર પણ આ દાનવને અડકવા જેવું નથી.નહીંતો એવી લત લાગશે કે,વ્‍યક્‍તિ શારીરિક, માનસિક અને આર્થિક રીતે બરબાદ થઇ શકે છે.ઉપરાંત સ્‍વયંશિસ્‍ત પણ એક રીત છે,પરંતુ એમાંય મન તો મક્કમ રાખવું જ પડે.ટુંકમાં દાનત હોય તો વ્‍યસન છૂટી શકે. આ બધું કહેવાય એટલું સહેલું નથી પણ અશકય ય નથી.એમ મહિલા મનોચિકિત્‍સક ડો. રિદ્ધિ ઠક્કરે ઉમેર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here