વિશ્વમાં સૌથી વધારે વાળ ધરાવનાર મહિલા…!

વિશ્વમાં સૌથી વધારે વાળ ધરાવનાર મહિલા…!
વિશ્વમાં સૌથી વધારે વાળ ધરાવનાર મહિલા…!
ચીનના આ ગામને વિશ્વનું સૌથી લાંબા વાળનું ગામ કહેવામાં આવે છે. આ ગામનું નામ હુઆંગલુઓ યાઓ છે અને તે જિનશા નદીના કિનારે આવેલું છે. દુનિયામાં એક એવુ ગામ પણ છે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી લાંબા વાળ વાળા ગામનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ગામમાં રેડ યાઓ લોકો રહે છે અને આ મહિલાઓ તેમના લાંબા, જાડા, કાળા વાળ માટે જાણીતી છે. આ ગામની મહિલાઓને રિપંજલ (ડિઝની પ્રિન્સેસ) પણ કહેવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ગામની મહિલાઓ માટે 5 ફૂટ લાંબા વાળ રાખવા સામાન્ય વાત છે. વર્ષ 2004માં અહીં 7 ફૂટ લાંબા વાળ રાખવાનો રેકોર્ડ પણ બન્યો છે. પરંતુ, આવા લાંબા અને જાડા વાળનું રહસ્ય શું છે? વાસ્તવમાં આ મહિલાઓ ખૂબ જ સરળ ઘરેલું રેસિપી અપનાવે છે. હુઆંગલુઓ યાઓ ગામની મહિલાઓ દરરોજ નદીના પાણીથી વાળ ધોવે છે, પરંતુ અઠવાડિયાના ચોથા અને પાંચમા દિવસે એક ખાસ વસ્તુનો ઉપયોગ કરે છે.

Read About Weather here

તે દ્રાક્ષની છાલ અને ચાના છોડના બીજને આથેલા ચોખાના પાણીમાં ઉકાળીને શેમ્પૂ બનાવે છે. પછી તે આ ખાસ શેમ્પૂથી તેના વાળ ધોવે છે અને લાકડાના કાંસકાનો ઉપયોગ કરીને દરેક વાળને અલગ કરે છે. આ મહિલાઓની હેર કેર રૂટીનને કારણે તેમના વાળ આવા જાડા અને સુંદર હોય છે.ઉપરાંત, આ ગામની મહિલાઓ તેમના સમગ્ર જીવનમાં ફક્ત એક જ વાર તેમના વાળ કાપે છે, તે પણ જ્યારે તેઓ 18 વર્ષની થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here