વિશ્વનૌ સૌથી મોટો જ્વેલરી મોલ…!

વિશ્વનૌ સૌથી મોટો જ્વેલરી મોલ...!
વિશ્વનૌ સૌથી મોટો જ્વેલરી મોલ...!
ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્કની 10 લાખ સ્ક્વેરફૂટ જગ્યામાંથી 55 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં આ મોલ તૈયાર કરાશે, જેમાં 8.50 લાખ સ્ક્વેરફૂટ બાંધકામ કરી 850 શોરૂમ્સ બનાવાશે.

Visit Saurashtra Kranti Homepage here

સુરત ડાયમંડ-ટેક્સટાઈલ ઉદ્યોગ બાદ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ નામના મેળવે તે માટેની તૈયારીઓ સ્થાનિક આગેવાનોએ શરૂ કરી છે. જેના ભાગરૂપે શહેરમાં વિશ્વનો સૌથી મોટો જ્વેલરી મોલ નિર્માણ કરાશે. આ અનોખો મોલ બનાવવા અંદાજે 850 કરોડનો ખર્ચ થશે.

હાલ ગુજરાત ડાયમંડ બુર્સ કમિટી 5 ડિસેમ્બરને રવિવારે સાઈટ વિઝિટ કરશે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલોર તથા રાજકોટ, અમદાવાદ, વડોદરાના 650 જ્વેલરી ઉદ્યોગકારો પણ જોડાશે. રાજકોટ હાલ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ છે.

આ મોલ બન્યા પછી સુરત રાજકોટના જ્વેલરી માર્કેટને પણ ટેકઓવર કરી લેશે એવી ગણતરી છે.આ પટ્ટો એશિયાનો સૌથી વધુ GDP ધરાવે છે, પરંતુ હજીરા, ડાયમંડ બુર્સ, જ્વેલરી પાર્ક અને જ્વેલરી મોલ બન્યા પછી તે વિશ્વનો સૌથી વધારે GDPવાળો વિસ્તાર બની શકે છે.

નાનુ વાનાણી, ગુજરાત હીરા બુર્સના મંત્રીઆ જ્વેલરી મોલનો હજી સ્કેવેરફૂટ પ્રમાણે ભાવ નક્કી કરાયો નથી, પરંતુ નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ મોલની દુકાનોનું વેચાણ કરાશે.

મોલનું નિર્માણ થયા બાદ જે પડતર કિંમત થશે તે શોપ અથવા શો રૂમ્સ ખરીદનાર વ્યક્તિએ ચૂકવવી પડશે. ઈચ્છાપોર જેમ-જ્વેલરી પાર્કની બાકીની 9.45 લાખ સ્કેવેર ફૂટ જગ્યામાં 025 જેટલી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને હીરા કંપનીઓ હશે.

હાલ 18 પૈકી મોટાભાગની કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 3 હજાર કરોડથી 17 હજાર કરોડ છે, જ્યારે અન્ય 25 કંપનીઓનું બાંધકામ પુરજોશમાં છે.મોલ કેવી રીતે ડિઝાઈન કરવો, ફ્લોરની હાઈટ,

Read About Weather here

લોકરની સાઈઝ-ડિઝાઈન, પેસેજની સાઈઝ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને શ્રેષ્ટ આઉટપુટ મેળવાય તેવું આયોજન છે. જગ્યા જોવા આવનાર 650 લોકો પાસેથી લેખિતમાં સૂચનો મંગાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here