વિશ્વનો સૌથી સુખી દેશ…!

વિશ્વનો સૌથી સુખી દેશ…!
વિશ્વનો સૌથી સુખી દેશ…!
ટોચના ૫માં સૌથી ખુશ દેશોમાં ડેનમાર્ક, આઇસલેન્‍ડ, સ્‍વિટ્‍ઝરલેન્‍ડ અને નેધરલેન્‍ડ સામેલ છે. જયારે અમેરિકા ૧૬જ્રાક્ર અને બ્રિટન ૧૭મા ક્રમે છે. ફિનલેન્‍ડને સંયુક્‍ત રાષ્ટ્રના વાર્ષિક હેપ્‍પીનેસ ઈન્‍ડેક્‍સમાં સતત પાંચમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ તરીકે પસંદ કરવામાં આવ્‍યો છે. જયારે અફઘાનિસ્‍તાન, જે તાલિબાન શાસન સામે લડી રહ્યું છે, તે સૌથી નાખુશ દેશ છે. આ યાદીમાં ભારત ૧૩૬માં નંબર પર છે. ગત વખતે ભારતનો નંબર ૧૩૯મો હતો એટલે કે ભારતની રેન્‍કિંગમાં ત્રણ સ્‍થાનનો સુધારો થયો છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્‍તાન ૧૨૧મા ક્રમે ભારત કરતા સારી સ્‍થિતિમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

શુક્રવારે જાહેર કરાયેલી આ યાદીમાં સર્બિયા, બલ્‍ગેરિયા અને રોમાનિયામાં વધુ સારું જીવન જીવવામાં સૌથી વધુ વધારો થયો છે. વર્લ્‍ડ હેપીનેસ ટેબલમાં સૌથી મોટો ઘટાડો લેબનોન, વેનેઝુએલા અને અફઘાનિસ્‍તાનમાં આવ્‍યો છે.લેબનોનનો નંબર ૧૪૪ છે, જે આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. જયારે ઝિમ્‍બાબ્‍વે ૧૪૩માં નંબર પર રહ્યું. યુદ્ધગ્રસ્‍ત અફઘાનિસ્‍તાન, ગયા વર્ષે ઓગસ્‍ટમાં તાલિબાન ફરી સત્તામાં આવ્‍યા પછી યાદીમાં સૌથી નીચે છે. યુનિસેફનો અંદાજ છે કે જો મદદ પૂરી પાડવામાં ન આવે તો પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૦ લાખ બાળકો આ શિયાળામાં ભૂખથી મરી શકે છે.

છેલ્લા દસ વર્ષથી વર્લ્‍ડ હેપ્‍પીનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેને તૈયાર કરવા માટે લોકોની ખુશીના મૂલ્‍યાંકનની સાથે આર્થિક અને સામાજિક ડેટા પણ જોવામાં આવે છે. તેને ત્રણ વર્ષના સરેરાશ ડેટાના આધારે સુખ પર શૂન્‍યથી ૧૦ની સ્‍કેલ આપવામાં આવે છે. જોકે, સંયુક્‍ત રાષ્ટ્રનો આ લેટેસ્‍ટ રિપોર્ટ રશિયાના યુક્રેન પરના હુમલા પહેલા તૈયાર કરવામાં આવ્‍યો હતો. તેથી જ યુદ્ધ લડી રહેલા રશિયાનો નંબર ૮૦ અને યુક્રેનનો નંબર ૯૮ છે.

Read About Weather here

રિપોર્ટના સહ-લેખક, જેફરી સેક્‍સે લખ્‍યું – વર્લ્‍ડ હેપ્‍પીનેસ રિપોર્ટ બનાવ્‍યાના વર્ષો પછી, એવું જાણવા મળ્‍યું છે કે સામાજિક સમર્થન, ઉદારતા, સરકારની પ્રામાણિકતા સમૃદ્ધિ માટે મહત્‍વપૂર્ણ છે. વિશ્વ નેતાઓએ આને ધ્‍યાનમાં રાખવું જોઈએ. રિપોર્ટ બનાવનારાઓએ કોરોના રોગચાળા પહેલા અને પછીના સમયનો ઉપયોગ કર્યો. . ૧૮ દેશોમાં ચિંતા અને ઉદાસીમાં મજબૂત વધારો જોવા મળ્‍યો હતો. પરંતુ, ગુસ્‍સાની લાગણીમાં ઘટાડો થયો હતો સાથે જ લોકોની ભાવનાઓની તુલના કરવા માટે સોશિયલ મીડિયા ડેટા પણ લેવામાં આવ્‍યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here