‘વિશ્ર્વ યોગ દિવસ’ નિમિતે સમૂહ યોગનું આયોજન: અર્જુન પટેલ

‘વિશ્ર્વ યોગ દિવસ’ નિમિતે સમૂહ યોગનું આયોજન: અર્જુન પટેલ
‘વિશ્ર્વ યોગ દિવસ’ નિમિતે સમૂહ યોગનું આયોજન: અર્જુન પટેલ
રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં સૌપ્રથમ વાર તમામ જજીસ, કોર્ટ કર્મચારી તથા એડવોકેટસ અને તેના ફેમિલીની હેલ્થને ધ્યાનમાં રાખી, તા.21 ના રોજ ‘વિશ્ર્વ યોગ દિન’ નિમિતે રાજકોટ સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં સમૂહ યોગ અભ્યાસનું આયોજન કરવામાં આવેલ છે.રાજકોટ બાર એસો. ના યુવા પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી પી.સી.વ્યાસ તથા સમગ્ર કારોબારી ટીમની યાદીમાં જણાવવામાં આવેલ છે કે, ન્યાયતંત્ર સાથે સંકળાયેલ ન્યાયધીશઓ તથા વકીલ મિત્રો જે ફેકલ્ટી સાથે જોડાયેલા છે તેમાં પક્ષકારોને ન્યાય અપાવવા માટે તેઓએ સતત સક્રિય અને જાગૃત રહેવું પડે છે. તેના કારણે સ્ટ્રેસ અને અન્ય માનસિક, શારીરિક બિમા2ીઓ આવવાની શકયતા વધી જાય છે. ન્યાયતંત્ર સાથે સંકળાયેલ લોકોની જીવનશૈલીના કારણે સ્ટ્રેસ, બ્લડપ્રેશર, ડાયાબીટીશ, માઈગ્રેન, કોલેસ્ટ્રોલ વિગેરે બિમા2ીઓ ઝડપથી આવવાની શકયતા પણ વધી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ બારના પ્રેસિડેન્ટ અર્જુન પટેલએ જણાવ્યા મુજબ તેઓ તથા તેમની બોડી વકીલોના સર્વાંગી વિકાસ, હિત અને સુરક્ષા માટે સદૈવ તત્પર છે. વકીલોના સ્વાસ્થ્યને પ્રથમ પ્રાધાન્યતા આપી તેઓએ રાજકોટ બા2ના ઈતિહાસમાં સૌપ્રથમ વાર ‘વિશ્ર્વ યોગ દિન’ નિમિતે સમૂહ યોગ અભ્યાસનું આયોજન કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમૂહ યોગ અભ્યાસ સરકારના આયુષ મંત્રાલયના પ્રોટોકોલ પ્રમાણે એડવોકેટ અલ્પાબેન વિકાસભાઈ શેઠ તથા તેની ટીમ કરાવશે. અલ્પાબેન વિકાસભાઈ શેઠ છેલ્લા છ વર્ષથી રામકૃષ્ણ આશ્રમ ખાતે યોગ માટે માનદસેવા આપે છે. અને તેઓ હેલ્થ રીલેટેડ યોગ એકસ્પર્ટ છે. જેઓ ભૂતકાળમાં રાજકોટના તમામ સ્વિમિંગ પુલમાં એકસાથે ‘એકવાયોગા’ મહિલાઓને કરાવી ચૂકેલ છે. તેમજ અન્ય સહકા2ી અને સ2કા2ી સંસ્થાઓમાં નિ:શુલ્ક યોગ બાબતેનું માર્ગદર્શન સમયાંતરે પુરૂં પાડતા આવેલ છે.

Read About Weather here
રાજકોટ બાર એસો.ના પ્રેસિડેન્ટ જણાવે છે કે, આ યોગ અભ્યાસનું આયોજન તા.21 ના રોજ સવારે 6-30 થી 8 દરમ્યાન લેશે. તેમાં ભાગ લેનાર દરેક વ્યકિતએ વ્હાઈટ ડ્રેસ કોડ તથા મેટ્રેસ સાથે હાજર રહેવા અને બહોળી સંખ્યામાં લાભ લેવા વકીલો, ન્યાયાધીશો અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ અને તમામના ફેમિલી મેમ્બર્સએ લાભ લેવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here