વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ-2022નો કાર્યક્રમ સંપન્ન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તા.31 મેના રોજ ફેમિલી પ્લાનિંગ ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા આઈ ટી આઈ રાજકોટ ખાતે તમાકુ નિષેધ દિવસ -2022 નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 તાલીમાર્થીઓએ સક્રિય રીતે લાભ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ફેમીલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચના પ્રોગ્રામ ઓફિસર કમ કાઉન્સેલર મહેશભાઈ રાઠોડ દ્વારા કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો તથા તમાકુ નિષેધ દિવસે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, વ્યસનમાંથી વહેલી તકે પરત ફરવું જોઈએ: જેથી કરીને આપણી, પરિવારની અને સમાજની તંદુરસ્તી જળવાય રહે.દત્તોપંત ઠેન્ગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા બોર્ડના શિક્ષણ અધિકારી એચ.આર.જરીયા દ્વારા પ્રવચન આપતા જણાવ્યું હતું કે, જે બાબતો નુકશાની વહોરતી હોય તેને યાદ કરીને કાર્યક્રમોનું આયોજન કરીને માહિતી પૂરી પાડવામાં આવે છે.

Read About Weather here

દત્તોપંત ઠેન્ગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા બોર્ડના ઇન્ચાર્જ રીજીયોનલ ડાયરેક્ટર પી એસ બેનરજી દ્વારા નિકોટીન નામના જેરથી બચવા અને પૃથ્વીને બચવવા માટે અપીલ કરી હતી. સારી રીતે જીવી શકાય છે તે માટે આપણે વ્યસન મુક્ત રાખવું જોઈએ.ફેમિલી પ્લાનિંગ ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચના એ.એન.એમ. સોનલબેન દેવાચાર્ય દ્વારા વ્યસનપૂરથી લગ્ન કંકોત્રી સંભળાવી રમુજી વાતાવરણનું સર્જન કર્યું હતું તથા વ્યસનથી શું પરિણામો આવે તે બાબતે જાગ્રૃત કરેલ. ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર અશ્ર્વિનભાઈ ગોહિલ દ્વારા કિડનીની જાળવણી અને કિડનીનું મહત્વ વિષે વિગતે માહિતી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here