વિશ્ર્વમાં સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ ભારત

વિશ્ર્વમાં સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ ભારત
વિશ્ર્વમાં સૌથી વધુ અસમાનતા ધરાવતો દેશ ભારત

ગરીબો વધુ ગરીબ અને ધનવાનો વધુ ધનવાન બની રહ્યાનો અહેવાલ: વિશ્ર્વનાં અસમાનતાવાળા દેશોનાં સર્વેક્ષણમાં ભારત ટોચ પર: રાષ્ટ્રની કુલ સંપતિમાંથી 57 ટકા સંપતિ માત્ર 10 ટકા લોકોનાં હાથમાં

વિશ્ર્વભરમાં અસમાનતા ધરાવતા દેશો અંગેનાં એક ખાસ સર્વેક્ષણનાં અહેવાલમાં એવું ચોકાવનારૂ તારણ નીકળ્યું છે કે, વિશ્ર્વભરમાં સૌથી અસમાનતા ધરાવતા દેશોમાં ટોચ પર ભારત સ્થાન ધરાવે છે. અહીં અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ વધુને વધુ ઊંડી બની રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્ર્વનાં જાણીતા અર્થશાસ્ત્રીઓ દ્વારા પ્રગટ કરવામાં આવેલા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, દેશની 10 ટકા વસ્તી પાસે કુલ 57 ટકા રાષ્ટ્રીય આવકનો હિસ્સો હોય છે. જયારે ટોચની એક ટકા વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો માત્ર 22 ટકા હિસ્સો હોય છે.

એટલે બીજા ક્રમનાં હિસ્સાની ટકાવારીમાં 13 ટકા જેવો ભારે ઘટાડો થયો છે. ભારતમાં વયસ્ક વસ્તીની સરેરાશ રાષ્ટ્રીય આવક રૂ. 2 લાખ 4 હજાર અને 200 જેટલી છે. દેશની ટોચની 10 ટકા વસ્તીની આવક સરેરાશ રૂ. 11 લાખ 66 હજાર 520 જેટલી છે. ત્યારે નીચલા સ્તરનાં 50 ટકાની આવક માત્ર રૂ. 53610 છે.

આ રીતે રાષ્ટ્રીય આવકનો બહુમતી હિસ્સો માત્ર 10 ટકા વસ્તી લઇ જાય છે.અહેવાલ ઉમેરે છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં અસમાનતાનું પ્રમાણ એકદમ વધી રહ્યું છે અને આવકની અસમાનતાની ખાઈ વધુ ઊંડી થઇ રહી છે.

સરકારની સંપતિનાં ઉપાર્જનમાં ઉતરોતર ઘટાડો નોંધાયો છે તો બીજીતરફ ખાનગી સંપતિમાં કોરોના મહામારી વચ્ચે પણ અસાધારણ ઉછાળો નોંધાયો છે. ભારત અને ચીન જેવી ઉભરતી આર્થિક સતાઓનું મુખ્ય પાસુ એ રહ્યું છે કે, ખાનગી ક્ષેત્રનો વેગીલો વિકાસ થતો દેખાઈ છે એટલું ધનાઢ્ય દેશોમાં પણ જોવા મળતો નથી.

એ દર્શાવવા માટે આ આંકડો બસ છે. 1980 માં ખાનગી સંપતિનું પ્રમાણ 290 ટકા હતું. એ જેટ ગતિએ વધીને 2020 માં 560 ટકા થઇ ગયું છે. બ્રિટીશ રાજ સમયે જે અસમાનતા જોવા મળતી હતી. એવી જ સંપતિની અસમાનતા અત્યારે પણ યથાવત છે.

Read About Weather here

ભારતમાં મધ્યમ વર્ગ પ્રમાણમાં ઘણો ગરીબ છે. તેની સરેરાશ સંપતિ રૂ. 723930 જેટલી છે. જયારે ઉપલા વર્ગની સરેરાશ ઘરેલું સંપતિ રૂ. 983010 જેટલી છે. 2021 માં તો પરિસ્થિતિ વધુ વણસી છે. દેશની સરેરાશ ઘરેલું સંપતિમાંથી 65 ટકા સંપતિ દેશના 10 ટકા ધનિક વર્ગ પાસે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here