વિશ્ર્વમાં અખબારી આઝાદીનાં માપદંડમાં ભારતનો ક્રમ 142!

વિશ્ર્વમાં અખબારી આઝાદીનાં માપદંડમાં ભારતનો ક્રમ 142!
વિશ્ર્વમાં અખબારી આઝાદીનાં માપદંડમાં ભારતનો ક્રમ 142!

રિપોર્ટર વિધઆઉટ બોર્ડરનો અહેવાલ નકારી કાઢતી કેન્દ્ર સરકાર: ખાસ સર્વેક્ષણમાં પ્રેસ સ્વતંત્રતાનાં મામલે ભારતનો દેખાવ અત્યંત કંગાળ હોવાનો અહેવાલ, 180 દેશોમાંથી ભારતનો ક્રમ 142 મો રહ્યો

વિશ્વમાં અખબારી આઝાદીની દ્રષ્ટિએ ભારતને સાવ નીચેનો ક્રમ આપતા એક અહેવાલ અંગે લોકસભામાં પ્રશ્ર્નો પુછાતા કેન્દ્રનાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અહેવાલનાં તારણોથી સહમત નથી.

Visit Saurashtra Kranti Homepage here

આ અહેવાલમાં બહુ જ ઓછા લોકોનાં મંતવ્ય લેવામાં આવ્યા છે અને લોકશાહીનાં મૂળભૂત સિધ્ધાંતોને બહુ વજન આપવામાં આવ્યું નથી.તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા અખબારી આઝાદી અંગેનાં

રિપોર્ટરસ વિધઆઉટ બોર્ડરનાં ખાસ સર્વેક્ષણ અહેવાલમાં ભારતનો દેખાવ કંગાળ દર્શાવવામાં આવ્યો છે અને અખબારી આઝાદી કોષ્ટકમાં વિશ્ર્વનાં 180 દેશોમાંથી ભારતને છેક 142 મો ક્રમ આપવામાં આવ્યો છે.

આ અહેવાલ અંગે ગૃહમાં સભ્યોએ સવાલ પૂછતાં મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, અખબારી આઝાદી અંગેનો અહેવાલ વિદેશી સ્વૈચ્છિક સંગઠન પ્રગટ કરે છે. જેના અભિપ્રાય અને અલગ-અલગ દેશને અપાયેલા ક્રમ સાથે સરકાર સંમત નથી.

જે પધ્ધતિ અપનાવવામાં આવી છે. એ બિનપારદર્શક છે અને અનેક પ્રશ્ર્નો ઉભા કરે છે.વિદેશી અહેવાલમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, પત્રકારિત્વ માટે સૌથી ખરાબ અને ભયજનક દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.

આ અહેવાલમાં ભારત કરતા પણ ઉપર નેપાળ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને મુકવામાં આવ્યા છે. પાકિસ્તાનને 145 મો ક્રમ અને બાંગ્લાદેશને 152 મો ક્રમ આપવામાં આવ્યો છે. અહેવાલમાં એવી ખાસ નોંધ લેવામાં આવી છે

કે, સરકારનાં વડા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા જગત પર લોખંડી સિકંજો કસી દીધો છે. 2020 માં ચાર પત્રકારો ફરજ દરમ્યાન માર્યા ગયા છે. પત્રકારોને ફરજ બજાવવા માટે વિશ્વનાં સૌથી ભયજનક બનેલા દેશો પૈકી એક દેશ ભારત છે.

Read About Weather here

સંસદમાં સરકારે ખાતરી આપી હતી કે, બંધારણની કલમ-19 મુજબ અખબારી આઝાદી અને વાણી સ્વતંત્રતા જાળવવા માટે સરકાર સંકલ્પ બધ્ધ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here