વિશ્ર્વની સૌથી મોંઘી-આકર્ષક ક્રિકેટ સ્પર્ધા આઈપીએલમાં હરાજી શરૂ

વિશ્ર્વની સૌથી મોંઘી-આકર્ષક ક્રિકેટ સ્પર્ધા આઈપીએલમાં હરાજી શરૂ
વિશ્ર્વની સૌથી મોંઘી-આકર્ષક ક્રિકેટ સ્પર્ધા આઈપીએલમાં હરાજી શરૂ

દેશ-વિદેશનાં ખેલાડીઓ પર ધનની વર્ષા, પહેલા દિવસે શ્રેયસ અય્યર 12 કરોડમાં કોલકતાને ફાળે: ઓસ્ટ્રેલીયાનાં પેટ કમીન્શને પણ રૂ.7.25 કરોડમાં શાહરૂખની ટીમે ખરીદી લીધો
શિખર ધવનને 8.25 કરોડમાં પંજાબ કિંગ્સ ટીમે ખરીદી લીધો: ગુજરાત ટાઈટન્સ દ્વારા 6.25 કરોડ આપી મહોમદ શામીને ટીમમાં સમાવાયો
રૂ.5 કરોડમાં રવિચંદ્ર અશ્ર્વિન રાજસ્થાન રોયલ્સ ટીમમાં દક્ષિણ આફ્રિકાનાં ડુપ્લેસીને રૂ.7 કરોડમાં કહોલીની ટીમે ખરીદી લીધો

વિશ્ર્વની સૌથી મોંઘીદાટ અને આકર્ષક ગણાતી આઈપીએલ 2022 માટે દેશ અને વિદેશનાં ખેલાડીઓની હરાજીનાં પ્રથમ દિવસે ભારતનાં અને વિશ્ર્વનાં ટોચનાં ખેલાડીઓ પર રીતસર ધનવર્ષા થઇ રહી છે. આજે પહેલા દિવસે સૌથી વધુ રકમ રૂ.12.25 કરોડ આપીને કોલકતા નાઈટ રાઈડસે ભારતનાં જાનદાર મિડલ મોડર બેટ્સમેન શ્રેયસ અય્યરને ખરીદી લીધો છે. એ જ રીતે વિરાટ કોહલીની ટીમ આરસીબી એ ઝડપી બોલર હર્ષલ પટેલને રૂ.10.75 કરોડ આપી ખરીદી લીધો છે. શિખર ધવનને પંજાબ કિંગ્સ ટીમમાં રૂ.8.25 કરોડ આપી સમાવી દેવાયો છે. એ જ રીતે આફ્રિકાનાં ફાસ્ટ બોલર કાગીસો રબાડાને પંજાબ કિંગ્સ ટીમે રૂ.9.25 કરોડમાં ખરીદી લીધો છે.
વિશ્ર્વ ક્રિકેટનાં અન્ય નામી ક્રિકેટરો પણ ઉંચા ભારે ખરીદાયા છે. નવી ટીમ લખનૌ સુપર જાયન્ટસ દ્વારા વેસ્ટઇન્ડીઝનાં ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને રૂ.8.75 કરોડની જંગી રકમ આપી ખરીદી લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓસ્ટ્રેલીયાનાં ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સને શાહરૂખની કેકેઆર ટીમે રૂ.7.25 કરોડમાં ખરીદી લીધો છે. દક્ષિણ આફ્રિકાનાં ડુપ્લેસીને બેંગલોરે રૂ.7 કરોડમાં ખરીદી લીધો છે.
નવી ટીમ ગુજરાત ટાઈટન્સ દ્વારા ભારતનાં અગ્રણી ફાસ્ટ બોલર મહોમદ શામીને રૂ.6.25 કરોડમાં ખરીદી લેવામાં આવ્યો છે. સ્પિનર રવિચંદ્ર અશ્ર્વિનને રાજસ્થાન રોયલ્સ ટીમે રૂ.5 કરોડમાં ખરીદી લીધો છે. ઓસ્ટ્રેલીયાનાં ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલસે રૂ.6.25 કરોડમાં ખરીદી લીધો છે. વેસ્ટઇન્ડીઝનાં બીજા એક ખેલાડી હેટમાયરને રાજસ્થાન રોયલ્સે રૂ.8.50 કરોડ જેવી જંગી રકમ ખર્ચી ખરીદી લીધો છે. આ રીતે સૌથી વધુ રકમમાં પહેલા દિવસે શ્રેયસ અય્યર, હર્ષલ પટેલ, ધવન જેવા ખેલાડીઓ વેચાયા છે.
આઈપીએલ ની 15 મી સિઝન માટે હરાજીનો પ્રારંભ થયો છે.

ભારતીય ટીમનાં ઉભરતા ઓલરાઉન્ડર દીપક હુડાને લોટરી લાગી છે તેની બેઝ પ્રાઈઝ રૂ.75 લાખ હતી પણ નવી ટીમ લખનૌ સુપર જાયન્ટે તેને રૂ.5.75 કરોડમાં ખરીદી લીધો છે. નીતીશ રાણાને નાઈટ રાઈડરે રૂ.8 કરોડમાં પાછો ખરીદી લીધો છે.જયારે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા વિન્ડીઝનાં ઓલરાઉન્ડર બ્રેવોને રૂ.4.40 કરોડમાં ખરીદી લીધો છે. બે ધૂરંધર ખેલાડીઓ ઓસ્ટ્રેલીયાનો પૂર્વ સુકાની સ્ટીવ સ્મિત અને બાંગ્લાદેશનો શાકિબ અલહસન આજે વેચાયા જ નથી એમનો કોઈએ ભાવ પૂછ્યો નથી. એ જ રીતે ભારતનાં એક સમયનાં આધારભૂત બેટધર સુરેશ રૈનાનો પણ કોઈએ ભાવ પૂછ્યો નથી. ડેવિડ મિલર પણ વેચાયો નથી.

Read About Weather here

ઇંગ્લેન્ડનાં જેસન રોયને ગુજરાત ટાઈટન્સે રૂ.2 કરોડમાં ખરીદી લીધો છે. રોબીન ઉથ્થપાને ચેન્નાઈએ રૂ.2 કરોડમાં ખરીદી લીધો છે. મનીષ પાંડેને નવી ટીમ લખનૌ દ્વારા રૂ.4.60 કરોડમાં ખરીદી લેવાયો છે. આફ્રિકાનાં વિકેટ કીપર ક્વિન્ટન ડીકોકને પણ લખનૌની ટીમે રૂ.6.75 કરોડ જેવી જંગી રકમથી ખરીદી લીધો છે. ઓપનર દેવદત પડ્ડીકલને રૂ.7.75 કરોડ આપી રાજસ્થાને ખરીદી લીધો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here