વિરોધ વંટોળ વચ્ચે અંતે હાર્દિક પટેલના કેસરીયા

વિરોધ વંટોળ વચ્ચે અંતે હાર્દિક પટેલના કેસરીયા
વિરોધ વંટોળ વચ્ચે અંતે હાર્દિક પટેલના કેસરીયા
કોંગ્રેસમાંથી નેતાઓની કેસરીયા પાર્ટી ભાજપ તરફની હિજરતનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે અને વધુ વેગવાન બની રહ્યો છે. આજે કોંગ્રેસનાં વધુ બે આગેવાનોયુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને મહિલા નેતા શ્ર્વેતા બ્રહ્મભટ્ટે કેસરિયો ધારણ કર્યો હતો અને ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. ગાંધીનગરમાં ભાજપનાં વડામથક કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌપ્રથમ અમદાવાદ મણીનગરનાં કોંગ્રેસનાં મહિલા નેતા શ્ર્વેતા બ્રહ્મભટ્ટે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં હસ્તે શ્ર્વેતાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને કેસરી ટોપી પહેરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમનાં થોડા સમય બાદ મોટી સંખ્યામાં ટેકેદારો સાથે હાર્દિક પટેલે કમલમ આગમન કર્યું હતું. આ પ્રસંગે કમલમમાં સી.આર.પાટીલ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે હાર્દિકને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. જયારે નીતિન પટેલે હાર્દિકને કેસરી ટોપી પહેરાવી હતી. આ પ્રસંગે હાર્દિકે સરદાર પટેલને લગતા પુસ્તકો પાટીલ અને નીતિન પટેલને ભેટ આપ્યા હતા.ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ. મને બધાએ ભાજપમાં કહ્યું છે કે ઘરમાં સ્વાગત છે. હું ફરીથી ભાજપનાં સામાન્ય કાર્યકર તરીકે કામ કરીશ. આજે ફરીથી એક સૈનિકની ભૂમિકામાં અહીં આવ્યો છું અને પાર્ટીનો સામાન્ય કાર્યકર બનીને કામ કરતો રહીશ.

હાર્દિકે કહ્યું હતું કે, મેં ઘર વાપસી કરી નથી, પહેલેથી ઘરમાં જ હતો.કોંગ્રેસનાં કામથી દુ:ખી થઈને રાજીનામું આપ્યાનો દાવો કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, રાજ્ય અને રાષ્ટ્રનું હિત કોઈ જાળવી શકે એવો પક્ષ હોય તો એ માત્ર ભાજપ છે. હાર્દિકે એવું પણ જાહેર કર્યું હતું કે, શહીદનાં પરિજનોને નોકરી આપવાનું ભાજપ સરકારે મને વચન આપ્યું છે. આનંદીબેન જયારે ચૂંટણી લડ્યા ત્યારે મારા પિતાએ જ મદદ કરી હતી. અમે શહીદ પરિવારોનાં પરિજનને બે મહિનામાં નોકરી અપાવીશું. આ રીતે 17મી મે નાં રોજ કોંગ્રેસને પારગતી આપનાર હાર્દિક પટેલે બરાબર 17 દિવસ બાદ ભાજપનું શરણું લઇ લીધું છે. હાર્દિકનાં પ્રવેશ સાથે જ ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પર ભારે વિરોધ વાવંટોળ જોવા મળ્યો હતો અને ટ્વીટર પર અનેક લોકોએ હાર્દિક પર સખત રીતે માછલા ધોયા હતા. એક ટીકાકારે ટ્વીટ કર્યું હતું કે, ખોદા પહાડ, નિકલા હાર્દિક. સવારથી સોશિયલ મીડિયા પર અનેક લોકોએ હાર્દિક પર શબ્દોનાં બાણ વરસાવવાનું અને વ્યંગબાણ છોડવાનું શરૂ કરી દીધું હતું.

Read About Weather here

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાર્દિકનાં પ્રવેશ સામે ખૂદ ભાજપનાં પણ એક મોટા વર્ગમાં અંદરખાને ભારે વિરોધ અને કચવાટ જોવા મળી રહ્યો છે.પક્ષનાં ઘણા નેતાઓ અને મોટાભાગનાં કાર્યકરો હાર્દિકને પ્રવેશ આપવાના નેતાગીરીનાં નિર્ણયથી સખ્ત નારાજ હોવાનું જાહેર થયું છે. હાર્દિકનાં કમલમમાં આગમન પહેલા મણીનગરનાં એક સમયનાં કોંગ્રેસનાં નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમ પહોંચ્યા હતા અને સી.આર.પાટીલનાં હાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. શ્વેતાએ ભાજપમાં પ્રવેશ બાદ જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી ખૂબ પ્રભાવિત છું. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં શ્વેતા કોંગ્રેસની ટિકિટ પર ભાજપ સામે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. હવે એમણે ભાજપનો ખેસ પહેરી લીધો છે. આજના દિવસે કોંગ્રેસનાં બબ્બે નેતાઓએ પંજાનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરતા નવા- નવા રાજકીય સમીકરણો હવે રાજ્યમાં આકાર પામી રહેલા દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here