વિધ્નહર્તા ગણપતિ બાપાના ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં

વિધ્નહર્તા ગણપતિ બાપાના ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં
વિધ્નહર્તા ગણપતિ બાપાના ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં

જાત જાતની અને દરેક ઘાટની કલાત્મક ગણપતિ મુર્તીઓને કૌશલ્ય સાથે ઘાટ આપતા કલાકારો અને કસબીઓ

દૂંદાળા દેવ ગણપતિના મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં ગણેશની આકર્ષક પ્રતિમાઓને કારીગરો દ્વારા અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે મોટાભાગે યુવક મંડળો દ્વારા પોતાના થીમ આધારિત ગણપતિની પ્રતિમા બનાવવાના ઓર્ડરો કારીગરોને આપી દીધા છે. હાલમા કારીગરો દ્વારા મુર્તીઓ બનાવવાનુ કામ પુર જોશમા ચાલી રહ્યુ છે.

સાથે સાથે વધતા જતા ગણેશ મહોત્સવના ક્રેઝને લઈને હાલ ઘરે-ઘરે પણ લોકો ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી 10-10 દિવસ સુધી પૂજા-અર્ચના કરશે. જો કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ગણેશજીની પ્રતિમાના ભાવમાં 15 થી 20 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

જો કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે રો-મટીરીયલ તેમજ બાંબુઓના ભાવ વધારાને પગલે ગણેશજીની પ્રતિમાના ભાવમાં 15 થી 20 ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે.
જો કે પ્લાસ્ટર ઓફ પેરીસથી તૈયાર કરવામાં આવતી

મૂર્તિઓ પર્યાવરણ માટે નુકસાનકારક હોઈ તંત્ર દ્વારા માટીથી તૈયાર કરાયેલ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન કરવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો હજુ પણ પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓની ખરીદી કરતા હોય છે.

જો કે કેટલાક યુવક મંડળો દ્વારા પોતાના થીમ આધારિત માટીથી તૈયાર કરવામાં આવતા ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવા માટે કારીગરોને ઓર્ડર પણ આપી દીધા છે.

છેલ્લા એક વર્ષથી કોરોના ના કારણે આ તહેવાર લોકો ઉજવી શક્યાં નથી. જોકે આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં હવે ગણપતિ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે.
આ વર્ષે આવનારા ગણેશ મહોત્સવને લઈને ગણેશ ભક્તોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહયો છે.

Read About Weather here

મોટા આયોજનો પર પ્રતિબંધ હોવાના કારણે મૂર્તિકારો આ વર્ષે નાની અને માટીની મૂર્તિઓ બનાવી રહ્યા છે અને તેમાં પણ લોકોમાં જાગૃતિ આવે એવી થીમ બેઇઝડ મૂર્તિ બનાવવાનું મૂર્તિકારો એ શરૂ કરી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here