વિધાનસભામાં ભારે ધમાલ: કોંગ્રેસના સભ્ય 7 દિવસ માટે સસ્પેન્ડ

વિધાનસભામાં ભારે ધમાલ: કોંગ્રેસના સભ્ય 7 દિવસ માટે સસ્પેન્ડ
વિધાનસભામાં ભારે ધમાલ: કોંગ્રેસના સભ્ય 7 દિવસ માટે સસ્પેન્ડ

ગૃહમાંથી વોકઆઉટ બાદ કોંગ્રેસનાં સભ્યો રીસેસ બાદ ગૃહમાં પાછા ન ફર્યા; ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એકટ સહિતનાં સુધારા ખરડા મુકાયા ત્યારે વિપક્ષી કોંગ્રેસનાં સભ્યોનો ભારે શોરબકોર અને નારેબાજી: વિપક્ષો ગૃહની વેલમાં ધસી ગયા
સરકાર સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવવા કોંગ્રેસનાં ધારાસભ્યોની નેતાગીરી સમક્ષ જોરદાર માંગણી; સ્પીકરને મળ્યું કોંગ્રેસનું ડેલીગેશન, સસ્પેન્ડ કરવાનું પગલું પાછું ન લેવાય તો સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત

ગુજરાત વિધાનસભાનાં બજેટ સત્રનો આજનો દિવસ ખૂબ જ હંગામા અને ધમાલભર્યો રહ્યો હતો. સવારે બેઠક શરૂ થતા વેત વિપક્ષી કોંગ્રેસનાં સભ્યોએ વેલમાં ધસી જઈ નારેબાજી શરૂ કરી દીધી હતી. તે દરમ્યાન કોંગ્રેસનાં સભ્ય પૂંજાભાઈ વંશે બિન સંસદીય શબ્દનો પ્રયોગ કરતા એમને 7 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ રીતે ભારે ધાંધલ અને શોરબકોર વચ્ચે ગૃહની કાર્યવાહી શરૂ થઇ હતી. કોંગ્રેસે સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા વિચારણા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. વિપક્ષી કોંગ્રેસનાં સભ્યોનાં દેકારા વચ્ચે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સુધારા ખરડો ગૃહમાં રજૂ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સવારે સત્ર શરૂ થયું ત્યારે વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ ગૃહમાં શોરબકોર શરૂ કરી દીધો હતો. જમીનનાં કૌભાંડો, પેપરલીક કાંડ, ભરતીમાં ગેરરીતિઓ, કોરોના સહાયમાં ગોટાળા જેવા મુદ્દાઓ પર ઉગ્ર વિરોધ કરી રહેલા કોંગ્રેસનાં સભ્યો ગૃહની વેલમાં ધસી ગયા હતા. આ તબક્કે કોંગ્રેસનાં સભ્ય પૂંજાભાઈ વંશે ગૃહ રાજ્યમંત્રી સામે ટપોરી જેવો શબ્દ વાપરતા ગૃહમાં ધમાલ મચી ગઈ હતી. કોંગ્રેસ સભ્યનાં આવા ઉચ્ચારણની નોંધ લઈને સ્પીકર મહોદયા એ કડક પગલું લઇ પૂંજા વંશને 7 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. સ્પીકરનાં નિર્ણયનાં વિરોધમાં કોંગ્રેસનાં તમામ સભ્યોએ ગૃહ ત્યાગ કર્યો હતો.

તમામ સભ્યોએ સદન ત્યાગ કર્યા બાદ વિધાનસભા વિપક્ષનાં આ નેતા સુખરામ રાઠવાની ચેમ્બરમાં કોંગ્રેસનાં તમામ ધારાસભ્ય ભેગા થયા હતા. તમામ સભ્યોએ સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવાનો નિર્ણય લેવા પક્ષની નેતાગીરીને અનુરોધ કર્યો હતો. બેઠક હજી ચાલી રહી છે. ગૃહમાં સરકાર આજે અન્ય સુધારા વિધેયક રજૂ કરે તેવી શક્યતા છે. વિપક્ષી સભ્યોની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

કોંગ્રેસે પૂંજાભાઈ સામેનું સસ્પેન્શન પગલું પાછું ખેંચી લેવા માંગણી કરી છે. વિપક્ષીનેતા સુખરામ રાઠવાની આગેવાની નીચે કોંગ્રેસનું ડેલીગેશન સ્પીકરને મળ્યું હતું અને સસ્પેન્ડ કરવાનું પગલું પાછું લેવા માંગણી કરી હતી. જો પગલું પાછું ન લેવાય તો સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવાની કોંગ્રેસે ચિમકી આપી છે.ડ્રગ્સનાં મામલે પુછાયેલા પ્રશ્ર્ન સમયે કોંગ્રેસનાં સભ્ય પૂંજા વંશે ઉપયોગમાં લીધેલા શબ્દ વિશે પ્રતિક્રિયા આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,

Read About Weather here

આવા શબ્દોનાં ઉપયોગ થવા ન જોઈએ. મારો ઉછેર સંસ્કારી વાતાવરણમાં થયો છે. ડ્રગ્સની ચર્ચા થતી હોય તો કોઈ રાજનીતિ ન થવી જોઈએ. તેમણે ટકોર કરી હતી કે, ડ્રગ્સનાં મામલે ચર્ચા સમયે કોંગ્રેસમાં ડર દેખાયો છે. હકીકતે ડ્રગ્સનું દુષણ દૂર થાય એ આપણી સહુની સામાજીક જવાબદારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here