વિદ્યાર્થીઓની મૂંઝવણ…!

1.8 લાખ વિદ્યાર્થીની આતુરતાનો અંત…!
1.8 લાખ વિદ્યાર્થીની આતુરતાનો અંત…!
બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મુંઝાતા હોય તથા તેમના મગજમાં જે પ્રશ્ન ઉભો થતા હોય તેના નિવારણ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. 14 માર્ચથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં અત્યાર સુધી 1838 કોલ મળ્યા છે.પરીક્ષાના 2 અઠવાડિયા અગાઉ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે માટે ટોલ ફી નંબર 18002335500 જાહેર કરવામાં આવ્યો હતો.આ ટોલ ફ્રી નંબર રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ નંબર પર વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે જેનો ગુજરાત બોર્ડના કર્મચારી યોગ્ય જવાબ આપે છે. છેલ્લા 7 દિવસમાં આ નંબર પર કુલ 1838 કોલ મળ્યાં હતાં જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે.26 જેટલા પ્રશ્નો વિદ્યાર્થીઓ દ્વારા પુછવામાં આવ્યાં.પરીક્ષા માટે વાંચેલું યાદ રહેતું નથી તો શું કરવું, પેપર લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તૈયારી કરતા રડવું આવે છે તો શું કરવું, સતત વાંચ્યા પછી પણ યાદ રહેતું નથી.

Read About Weather here

ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાન વિષય સારી રીતે સમજવા અને પરીક્ષા સમયે ઉત્તરવહીમાં જવાબ લખતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી?ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીને ગણિત વિષયમાં બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર કે સ્ટાન્ડર્ડ ગણિતનું પ્રશ્નપત્ર પુછાશે? બેઝિક ગણિતમાં કયા પ્રકરણમાં સહેલાઇથી માર્ક્સ મેળવી શકાય ધોરણ 10ની પરીક્ષા બેઝિક ગણિત સાથે પાસ કરેલ હોય તો સાયન્સના B ગ્રુપમાં એડમિશન મળી શકે? ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી સતત વાંચે છે પણ યાદ નથી રહેતું તો શું કરવું?પાઠ્યપુસ્તકની સોફ્ટકોપી કઈ વેબસાઈટ પરથી મળી શકશે?ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં રિપીટર વિદ્યાર્થીને જુના કોર્સનું કે નવા કોષો પ્રશ્નપત્ર આવશે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here