વિદેશ મોકલતી ગેંગ…!

વિદેશ મોકલતી ગેંગ...!
વિદેશ મોકલતી ગેંગ...!
સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકાના આધારે હાલ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને 4 આરોપીની ધરપકડ કરી છે. તાજેતરમાં અમદાવાદના યુવાનને કેનેડા લઈ જવાના બહાને કોલકત્તા લઈ જવાયો હતો. ત્યારબાદ તેમને ગોંધી રાખીને 45 લાખ રૂપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધી હતી. આ સમગ્ર તપાસ ચાલી રહી હતી તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક એવી મળી કે, કેટલાક લોકો બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ લઇ જવાનું કૌભાંડ ચલાવતા હતા. આ સમગ્ર બનાવની બાતમી મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરીને બે બોગસ પાસપોર્ટ કબ્જે કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુપ્ત ઈનપુટ મળ્યાં હતાં કે પ્રજાપતિ રાજુ બેચરભાઈ રહે- વડસમા, જિલ્લો મહેસાણા અને પટેલ શિલ્પા રમેશભાઈ રહે અંબિકાનગર સોસાયટી કડીએ વિદેશ સ્થાયી થવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવ્યો છે. વિદેશ સ્થાયી થવાના સમગ્ર રેકેટમાં મહેસાણા સ્થિત લોકલ એજન્ટ હરેશ પટેલ રહે- જોરણાંગ, મહેસાણાએ પોતાની ઉપરના દિલ્હી સ્થિત એજન્ટ તથા અન્ય અમદાવાદ સ્થિત એજન્ટ મારફતે ઓરિજિનલ પાસપોર્ટ હોવાછતાં રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિ તરીકે ખોટા આઈડી પ્રૂફ આધારે બીજો પાસપોર્ટ ઈશ્યૂ કરાવ્યો હતો.

જ્યારે શિલ્પા પટેલે પણ અન્ય નામથી ખોટો પાસપોર્ટ ઈશ્યૂ કરાવ્યો છે.ઈનપુટના આધારે ગંભીર નોંધ લઈને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકે ઈનપુટના આધારે કાયદેસરની કાર્યવાહીની સૂચના આપી હતી. દરમિયાન પોલીસે ટેક્નિકલ રિસોર્સિસ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પાસપોર્ટ માટે રજૂ કરાયેલા પુરાવા અંગેના દસ્તાવેજો અમદાવાદના પાસપોર્ટ અધિકારી પાસેથી માહિતી મંગાવી તપાસ કરી હતી. જેમાં પ્રજાપતિ રાજુ બચેરભાઈ તથા રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ નામના પાસપોર્ટ બનાવવા માટે રજૂ કરેલા આધારકાર્ડના નંબર એક જ હતાં.

જો કે સરનામું અને જન્મ તારીખ અલગ અલગ દર્શાવી હતી.. રજૂ કરેલું પાનકાર્ડ એક જ વ્યક્તિના ફોટોગ્રાફવાળા અલગ-અલગ નામવાળા હતા. જેથી તમામ દસ્તાવેજ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું.આરોપીઓની પુછપરછમાં હકીકત સામે આવી હતી કે હરેશકુમાર અંબાલાલ પટેલ તથા હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. આજદિવસ સુધી તેમણે ત્રીસેક જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તેમજ વિઝા કઢાવી આપી વિદેશ મોકલી આપ્યા છે. તેમજ આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને યુએસ જવું હોવાથી આરોપી હરેશ પટેલ અને હાર્દિક પટેલનો સંપર્ક કર્યો હતો.

આ બંને આરોપીએ રાજુ અને શિલ્પા બંને સિંગલ હોવાથી અમેરિકા જવા માટે ફેમિલી ગૃપ તરીકે વિઝા પ્રોસિઝર કરવા માટે તેમના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી રાજુને રાજેન્દ્ર પટેલ અને શિલ્પાને રાજેન્દ્ર પટેલના પત્ની કામિની પટેલના નામે ખોટા પાસપોર્ટ બનાવી ખોટો પરિવાર બનાવી આપ્યો હતો. જેના આધારે બંનેને નાઈઝિરિયાના વિઝા માટે દિલ્હી લઈ જઈ વિઝા એપ્લાય કરાવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તેના આધારે તેઓ નાઈઝિરિયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવીને યુએસ મેક્સિકો બોર્ડરથી યુએસ રેફ્યૂજી કેમ્પમાં મોકલી હંગામી અમેરિકન સિટિઝનશિપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતાં.

Read About Weather here

આ રેકેટમાં સંડોવાયેલ હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા પાસપોર્ટ એજન્ટ રજત ચાવડાને તેમની ઉપરના દિલ્હી સ્થિતિ એજન્ટો મારફતે સમગ્ર નેટવર્ક ચલાવે છે. જેમાં વિદેસ તથા યુએસએ ખાતે સ્થાયી થવા ઈચ્છતા લોકો પાસેથી વ્યક્તિ દીઠ રૂ. 60થી 65 લાખ, જ્યારે 3 લોકોના પરિવાર પાસેથી રૂ. 1.20 કરોડથી રૂ. 1.30 કરોડ સુધીની રકમ નક્કી કરતા હતાં. સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ પેમેન્ટની ચૂકવણી થતી હોય છે. પાસપોર્ટના કૌભાંડની સમગ્ર તપાસ પીઆઈ ડીબી બારડના સુપરવિઝન હેઠળ પીએસઆઈ એ બી જેબલીયા ચલાવી રહ્યા છે.જે વ્યક્તિ કે ફેમિલીને ભારતથી ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવી આપવાથી યુએસએ-વિદેશના રેફ્યૂજી કેમ્પમાંથી બહાર લાવવા સુધીની જવાબદારી એજન્ટો લેતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here