વિચિત્ર કોમ્‍બિનેશન..!

વિચિત્ર કોમ્‍બિનેશન..!
વિચિત્ર કોમ્‍બિનેશન..!
મેગી આઈસ્‍ક્રીમ, ફેન્‍ટા મેગી, ગુલાબ જામુન પરાંઠા, રુહઅફ્‌ઝા ચા, રસગુલ્લકા ચાટથી માંડીને ઓરિયો પકોડા સુધી લોકો વિચિત્ર-વિચિત્ર કોમ્‍બિનેશન્‍સ બનાવી રહ્યાં છે. વિચિત્ર ફૂડ કોમ્‍બિનેશન્‍સ ઇન્‍ટરનેટ પર સમયાંતરે ટ્રેન્‍ડીંગ લિસ્‍ટમાં ટોચ પર રહે જ છે.  જેના વીડિયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થાય છે. આવા વિચિત્ર કોમ્‍બિનેશન્‍સ ખરેખર હોય છે તે બાબત પચાવીએ તે પહેલાં તો માર્કેટમાં વધુ એક વિચિત્ર વાનગી આવી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જે છે ‘લાડુ મિલ્‍કશેક’. હા, તમે સાચુ વાંચી  રહ્યાં છો. લાડુ લોકોને ખુબ જ ભાવતા હોય છે. પણ લાડુનો મિલ્‍કશેક બને છે તે વીડિયોને નેટિઝન્‍સનો મિશ્ર પ્રતિસાદ મળ્‍યો છે.સોશ્‍યલ મીડિયા પર વાયરલ થયેલા ફૂડના વીડિયોમાં તાજેતરમાં ‘લાડુ મિલ્‍કશેક’નો વીડિયો બહુ વાયરલ થયો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે લાડુની કેવી દુર્દશા કરવામાં આવી છે.

Read About Weather here

વીડિયોમાં એક વ્‍યક્‍તિ ચણાના લોટ અને મોતીચૂરના લાડુનો એવો ખરાબ પ્રયોગ કરી રહ્યો છે કે લોકો તેને જોઈને ચોંકી ગયા છે. જોકે, લોકોને આ વીડિયો બહુ પસંદ નથી આવી રહ્યો. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્‍સામાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here