વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે

વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે
વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે

આવતીકાલે સાંજે બીએપીએસ હોલ સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ પર યાદગાર કાર્યક્રમ: સૌરાષ્ટ્ર અને ગુજરાતને લોકલક્ષી યોજનાઓની ભેટ આપનાર પનોતા પુત્રનું અનોખી ઢબે સન્માન: સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તથા વિવિધ સમાજનાં શ્રેષ્ઠીઓ દ્વારા થશે ઋણ સ્વીકાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટનાં પનોતા પુત્ર વિકાસ અને સેવાનું બીજુ નામ ગણાતા વિજય રૂપાણીનાં મુખ્યમંત્રી પદના કાળ દરમ્યાન સૌરાષ્ટ્ર અને ગુજરાતને અપુર્વ અને

Visit Saurashtra Kranti Homepage here

અનન્ય લોકલક્ષી અનેક પ્રોજેકટની ભેટ આપનાર વિજય રૂપાણીની લોકસેવાઓનો ઋણ સ્વીકાર કરવા માટે એક અનોખો યાદગાર અને ભવ્ય કાર્યક્રમ રાજકોટની ધરતી પર આવતીકાલે યોજાઇ રહયો છે.

આવતીકાલ તા.8ને શુક્રવારે સાંજે 5 થી 7 વાગ્યા સુધી બીએપીએસ હોલ સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ સમાજનાં શ્રેષ્ઠીઓની

બનેલી રાજકોટ ઋણ સ્વીકાર સમિતિના ઉપક્રમે આ નોખો અને અનોખો કાર્યક્રમ યોજાઇ રહયો છે. આ કાર્યક્રમમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાની અવિસ્મરણીય સેવાઓ બદલ રાજકોટ તેના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રીનો ઋણ સ્વીકાર કરવા જઇ રહયું છે.

ઋણ સ્વીકાર સમિતિએ જાહેર કર્યુ છે કે, રાજકોટ સહિત ગુજરાતને વિજય રૂપાણીએ સુરક્ષા અને સુવિધા પ્રદાન કર્યા છે. એમની સેવાનું રાજકોટની પ્રજાએ ઋણ અદા કરવાનું છે.

એ ઉમદા હેતુથી જ રાજકોટની ધરતી પર ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાઇ રહયો છે. જેમાં સહભાગી બનવા બદલ સમાજના તમામ વર્ગના આગેવાનો અને શ્રેષ્ઠીઓ અનોખા આનંદની અનુભુતી કરી રહયા છે.

મુખ્યમંત્રી પદના સમય ગાળા દરમ્યાન વિજય રૂપાણીએ રાજકોટને આધુનિક ઓવર બ્રિજ અને અન્ડરબ્રિજ, નવું રેસકોર્ષ અટલ સરોવર, ગરીબોના ઘરનાં ઘરનું સપનું સાકાર કરતી આવાસ યોજના,

નવી મલ્ટીસ્પેશ્યાલીટી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર હોસ્પિટલ, નવી જનાના હોસ્પિટલ, નવી જીઆઇડીસી અને નવી કોર્ટ સહિત સ્માર્ટ સીટીના અનેક પ્રોજેકટની ભેટ ધરી છે.

એમને સૌની યોજના થકી કપરા કાળમાં સૌરાષ્ટ્રના ડેમોને ખાલી રહેવા દીધા નથી. જયારે જરૂર પડી ત્યારે પાણીથી ભરી દેવામાં આવ્યા છે. ગીરનાર પર્વત પર રોપ-વે બાંધીને ભકતો માટે અપુર્વ સેવા ઉભી કરી છે,

ખેતીવાળી માટે રાત-દિવસ વિજળી આપીને ઇતિહાસ રચી દીધો છે, ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ અને ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ રાજકોટને આપેલી બે યાદગાર ભેટ બની રહેશે.

ગુજરાતની વાત કરીએ તો રૂપાણીના શાસન કાળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સર્જન થયું, ગૌહત્યા વિરોધી કાયદો, લવ જેહાદ કાયદો અને જમીન કૌભાંડ વિરોધી કડક કાયદો એ રૂપાણી સરકારની કામગીરીની શ્રેષ્ઠાનો નમુનો છે.

Read About Weather here

જયના 10 હજાર ગામડાને જોડતો હાઇ-સ્પીડ ડિઝિટલ કનેકટીવીટી પ્રોજેકટ, માર્ગ સુરક્ષા સત્તા મંડળની રચના અને અબોલ જીવો માટે કરૂણા એમ્બયુલન્સ વિજય રૂપાણીના શાસનકાળની યશકલગી છે. પાંચ વર્ષ પહેલા યુનિવર્સિટીની સંખ્યા 57 હતી જે આજે વધીને 75 થઇ ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here