વિંછીયાનાં મોટા હડમતિયા ગામે પૈસાની લેતીદેતી પ્રશ્ને મારામારી

વિંછીયાનાં મોટા હડમતિયા ગામે પૈસાની લેતીદેતી પ્રશ્ને મારામારી
વિંછીયાનાં મોટા હડમતિયા ગામે પૈસાની લેતીદેતી પ્રશ્ને મારામારી

એક મહિલા સહિત ત્રણ ઉપર શખ્સોએ કુહાડી, પાઈપ, ધારિયાવડે હુમલો કરી ગંભીર ઈજા કરી

વિંછીયા તાલુકાનાં મોટા હડમતિયા ગામે પુત્રએ ઉછીના લીધેલા પૈસા બાબતે ત્રણ કાઠી દરબાર શખ્સોએ કુહાડી, ધારિયા, પાઈપ વડે હુમલો કરી મહિલા સહિત ત્રણને શરીરે ગંભીર ઈજા કરી નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ મોટા હડમતિયા ગામે રહેતા કેશાભાઈ તળશીભાઈ બેરાણી (ઉ.વ.57) નામના કોળી પ્રૌઢએ વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં સામાવાળા ગામમાં રહેતા મગલું જગુ સોનારા, ભગીરથ મગલું સોનારા તથા એક અજાણ્યો શખ્સ સહિત ત્રણ શખ્સોનાં નામ આપ્યા છે.

કોળી પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અગાઉ તેના દીકરા હરસુખએ મગલુ સોનારા પાસેથી પૈસા ઉછીના લીધા હતા.

જે પૈસાની ઉઘરાણી બાબતે ગઈકાલે ત્રણેય શખ્સો બાઈકમાં તેના ઘરે આવી નાથાભાઈનું અપહરણ કરવાનો પ્રયાસ કરી સાહેદ જયાબેન તથા કેશાભાઇ સહિત ત્રણેય ઉપર કુહાડી, ધારિયા, પાઈપ, છરી વડે હુમલો કરી શરીરે ગંભીર ઈજા કરી નાસી ગયા હતા.

બનાવબાદ ઘવાયેલો મહિલા સહિત ત્રણેયને સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read About Weather here

બનાવ અંગેની જાણ વિંછીયા પોલીસમાં કરવામાં આવતા પી.એસ.આઈ આર.કે.ચાવડા સહિતનાં સ્ટાફે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here