વાહન અકસ્માત મૃત્યુના કેસમાં રૂ.28,50,000 જંગી વળતર મંજુર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કચ્છના રાપર પંથકના માનગઢ ગામના પરણિત યુવાનનાં
રાજકોટ ટ્રીબ્યુનલે કર્યો હુકમ

કચ્છ જિલ્લાનાં રાપર પંથકનાં માનગઢ ગામનાં પરણિત યુવાનનાં વાહન અકસ્માત મૃત્યુનાં કેસમાં રૂમ.28,50,000નું જંગી વળતર મંજુર કરવાનો રાજકોટ ટ્રીબ્યુનલે હુકમ કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની હકીકત એવી છે કે કચ્છ જિલ્લાનાં રાપર પંથકનાં માનગઢ ગામમાં રહેતા રામેશભાઇ રામજીભાઇ કોળી તા.22/09/2016 ના રોજ મોટર સાયકલમાં પાછળ બેસીને જતાં હતા ત્યારે ટ્રકનાં ચાલકે તેઓને હડફેટે લેતાં ,

તેઓનું અકસ્માતવાળી ઇજાઓનાં કારણે ઘટના સ્થળે મૃત્યુ થયેલ હોય, તેઓનો કલેઈમ કેસ એડવોકેટ કલ્પેશ કે. વાઘેલા તથા ભાવીન આર. હદવાણી (પટેલ) રોકાયેલ હતા. જે કલેઇમ ચાલી જતાં , નામદાર કોર્ટ દ્વારા વ્યાજ સહીત રૂમ.28,50,000 નો હુકમ કરવામાં આવેલ.

ઉપરોકત કલેઇમમાં કલ્પેશ કે . વાઘેલા તથા ભાવીન આર . હદવાણી (પટેલ) દ્વારા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટો તથા ઘારદાર દલીલ રજુ કરતાં, કોર્ટ દ્વારા ગુજરનારની ભવીષ્યની આવક ધ્યાને લઇ ઉપરોકત રકમ મંજુર કરવામાં આવેલ.

આ ઉપરાંત કોરોના કાળમાં કોર્ટની કાર્યવાહી આશરે દોઢ વર્ષ બંઘ રહેલ છતાં પણ ખુબ જ ટુંકા સમયગાળામાં એટલે કે માત્ર ત્રણ વર્ષ અને છ માસનાં ટુંકા ગાળામાં જંગી વળતર મંજુર કરાવવામાં આવેલ.

Read About Weather here

આ કામમાં ગુજરનારના વારસદાર તરફથી રાજકોટના જાણીતા યુવા વકીલ કલ્પેશ કે. વાઘેલા, ભાવિન આર. પટેલ , અર્જુન ડી. કારીયા (ગઢવી) તથા શ્રઘ્ધા અકબરી (પટેલ) રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here