વાજડીગઢમાં પારકો પ્લોટ પચાવી પાડનાર સામે લેન્ડગ્રેબિંગ

વાજડીગઢમાં પારકો પ્લોટ પચાવી પાડનાર સામે લેન્ડગ્રેબિંગ
વાજડીગઢમાં પારકો પ્લોટ પચાવી પાડનાર સામે લેન્ડગ્રેબિંગ

પારકી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની ઝુંબેશ વચ્ચે કલેક્ટરના આદેશ બાદ વધુ એક ફરિયાદ યુનિવર્સિટી પોલીસમથકમાં નોંધાઇ છે.

પોલીસે વાજડીગઢ ગામે રહેતા વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇ લખમણભાઇ ગમારાની ફરિયાદ પરથી કલ્પેશ બાબુ ઉર્ફે ભાનુ ડાંગર નામના ભૂમાફિયા સામે ગુનો નોંધ્યો છે. વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇએ વાજડીગઢ ગામે 73.40 ચો.મી.ની જમીન દસ્તાવેજથી ખરીદ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દરમિયાન ગામમાં ખરીદેલી જમીનમાં ભૂમાફિયા કલ્પેશ ડાંગરે કબજો જમાવી તેમાં બાંધકામ કરી દીધું હોવાની માહિતી મળી હતી. જેથી તપાસ કરતા કલ્પેશ ડાંગરે જમીન પર કબજો જમાવી લીધાનું જાણવા મળતા પોતાની જમીન પરત મેળવવા અને ભૂમાફિયા કલ્પેશ ડાંગર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા કલેક્ટરને અરજી કરી હતી.

Read About Weather here

કલેક્ટર તંત્રની તપાસમાં વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇની જમીન કલ્પેશ ડાંગરે પચાવી પાડ્યાનું ખૂલતા ગત તા.26-4ના રોજ કલેક્ટરે પોલીસને ગુનો નોંધવા હુકમ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here