વલસાડમાં બારે મેઘ ખાંગા

વલસાડમાં બારે મેઘ ખાંગા
વલસાડમાં બારે મેઘ ખાંગા
ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ભાગડાખુદ ગામ સંપર્ક વિહોણું થયું છે. રાજ્યમાં હવામાન વિભાગનીને લઇને વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડમાં ધોધમાર વરસાદને લઇને પરિસ્થિતિ વણસી રહી છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 300થી વધુ લોકોને પોતાનું ઘરબાર મૂકીને બીજે જવાનો વારો આવ્યો છે. તો ભારે વરસાદના કારણે વલસાડના બંને બ્રિજ પાણીમાં ડૂબ્યા છે. જ્યારે અંડરબ્રિજમાં કમર સમા પાણી ભરાયા છે.એકબાજુ દરિયામાં ભરતીનો સમય છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
વલસાડમાં બારે મેઘ ખાંગા મેઘ
વલસાડમાં બારે મેઘ ખાંગા મેઘ

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે ગતરાત્રે વલસાડમાં પણ બારેમેઘ ખાંગા થતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.વલસાડ શહેરના બંને બ્રિજ ડૂબ્યા છે, તો શહેરના અંડર પાસમાં કમરસમાં પાણી ભરાતા અવર જવર બંધ કરવાની ફરજ પડી છે. શહેરના કશ્મીરનગર, દાણા બજાર, છીપવાડ, તરિયાવાડ, બંદર રોડ, કૈલાસ રોડ, વિસ્તારમાં પાણી ભરતા જનજીવન પર અસર વર્તાઇ રહી છે.

Read About Weather here

જ્યારે બીજી તરફ જિલ્લાના અનેક ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘૂસ્યા છે. જિલ્લાના લીલાપોર, ધમડાચી, હનુમાન ભાગડા, ભાગડાખુર્દ સહિતના ગામોમાં નદીના પાણી ઘૂસતા લોકોને હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો પોતાના ઘર છોડવા તૈયાર નથી, ત્યારે પોલીસે એક વૃદ્ધાને ઊંચકી ઘર બહાર લાવી મામલતદાર પોતે પોતાની ગાડીમાં વૃદ્ધા મહિલાને સેલટર હોમ લઈ ગયા છે. અત્યાર સુધી 300 જેટલા લોકોનું સ્થળાંતર થઇ ચુક્યું છે. જોકે, આ કામગીરી હજુ યથાવત છે.શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પોલીસ વિભાગ, પાલિકા અને સ્થાનિક મામલતદાર સહિતના સ્ટાફ દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here