વર્ષ 2022-23નું કેન્દ્રીય બજેટ ‘અમૃતકાળ’નું બજેટ: માંડવીયા

વર્ષ 2022-23નું કેન્દ્રીય બજેટ ‘અમૃતકાળ’નું બજેટ: માંડવીયા
વર્ષ 2022-23નું કેન્દ્રીય બજેટ ‘અમૃતકાળ’નું બજેટ: માંડવીયા

‘રોટી, કપડા અને મકાન’એ જુની જરૂરિયાત, અત્યારની જરૂરિયાત ‘રોડ, પાણી અને વીજળી’
દરેકને ઘરનું ઘર મળી રહે તે યોજનાનું બજેટમાં ખાસ સ્થાન
દેશના દરેક ગામમાં બેંક ઉપલબ્ધ કરાવવા પોસ્ટ ઓફિસને બેંકમાં રૂપાંતરીત કરાશે: 2047 સુધી દેશમાં જે વિકાસ થશે તે દરેક યોજના બજેટમાં આવરી લેવાઇ.

ગઈકાલ તા.13ને રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજકોટમાં કેન્દ્રીય બજેટને લઈને પત્રકાર પરિષદ સંબોધી હતી અને પત્રકારોને જણાવતા કહ્યું હતું કે, આ વખતેનું બજેટ એ અમૃતકાળનું બજેટ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્ર્વમાં વધુ મજબુત બનાવવા માટે દેશમાં આ માટેનું વૈશ્ર્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દરેક નાગરિક અને ઉદ્યોગ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિચારને સાર્થક કરી શકે અને દેશની વિકાસગાથામાં જોડાઈ શકે તેનો પાયો મજબુત કરવા યોગ્ય આ બજેટ છે જેમાં દેશને આત્મનિર્ભર બનાવવા અને નિકાસ પ્રેરિત વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મનસુખ માંડવીયાએ જણાવતા કહ્યું હતું કે, બજેટના વિસ્તૃત વિચાર વિમર્શ માટે વિચારગોષ્ઠિનું આયોજન કરાશે. તેમને આ કેન્દ્રીય બજેટને અમૃતકાળનું બજેટ ગણાવ્યું હતું. 2047 સુધી એટલે કે દેશને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય તે સુધીમાં દેશના વિકાસને આગળ ધપાવવા માટે અને દેશમાં થતા ડેવલોપમેન્ટ અંગે પ્લાનિંગ સાથે વિકાસ કરવા માટેનું આ બજેટ છે.માંડવીયાએ રાજકોટનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, રાજકોટના વિકાસ માટે જેમ રૂડા છે જેમાં સતામંડળ પહેલા પ્લાનિંગ કરે છે અને ત્યારબાદ ડેવલોપમેન્ટ થાય છે તેવી જ રીતે દેશનો વિકાસ થાય છે.

આ કેન્દ્રીય બજેટ એ સર્વસમાવેશિત બજેટ છે જેમાં દરેક યોજનાનો સમાવેશ થાય છે.માંડવીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, દેશના વિવિધ લેન્ડનો ઉપયોગ કઈ રીતે કરવો કે જે જમીન કોઈ ઉપયોગી નથી. ગામડાના લોકો માટે જનધન ખાતું ખોલાવવામાં આવ્યું છે. જેથી સરકાર તરફથી મળતા લાભો દરેક ગરીબના ખાતામાં સીધા મળી રહે.

સરકારનો લક્ષ દેશના દરેકગામ સુધી બેંક પહોચાડવાનો છે પરંતુ દેશના દરેક ગામમાં બેંક ઉભી કરવી શક્ય ન થાય તે માટે દેશના દરેક ગામમાં જે પોસ્ટઓફીસ આવેલી હોય તેને બેંકમાં રૂપાંતરિત કરવામાં આવશે જેથી દરેકને યોગ્યલાભ મળી રહે.મનસુખ માંડવીયાએ ગરીબની વ્યાખ્યા દર્શાવતા કહ્યું હતું કે જે લોકો આર્થિક સર્વેની સૂચિમાં ગરીબરેખાની નીચે હોય તે લોકો માટે આયુષ્માન ભારતની યોજનાની બધાએ નોંધ લીધી છે. ‘હર ઘર નલ’ યોજના હેઠળ દરેકના ઘરે શુદ્ધ પાણી મળી રહે તે માટે કામગીરી કરવામાં આવશે. સરકારનું લક્ષ્ય દરેક ઘર સુધી ગેસ સીલીન્ડર અને વીજળી પહોચાડવાનું છે. કારણ કે, ‘રોટી, કપડા અને મકાન’એ જૂની જરૂરિયાત હતી જયારે અત્યારની જરૂરિયાત ‘રોડ, પાણી અને વીજળી’ની છે. તે દરેકને મળી રહે તે માટે યોગ્ય વિચાર કરી કામગીરી કરવામાં આવશે.

Read About Weather here

માંડવીયાએ દેશમાં વેક્સિનેશન વિષે જણાવતા કહ્યું હતું કે, દેશમાં 96%ને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ, 77%ને બીજો ડોઝ અને 67%માં એન્ટીબોડી બન્યાનો દાવો કર્યો છે. હાલ 9 કંપનીને વેક્સિનેશનની મંજૂરી છે. આગામી દિવસોમાં નવી 2 કંપની આવવાની સંભાવના છે. કોરોનાકાળમાં ભારતની આ કામગીરીની સમગ્ર વિશ્ર્વએ નોંધ લીધી હતી અને આઈસીએમઆરની દિનિયા નોંધ લઇ રહી છે તેમ મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here