વન્યપ્રાણીઓના હુમલામાં માનવમૃત્યુ અને પશુઓના મૃત્યુના કિસ્સામાં મળતા વળતરમાં વધારો

વન્યપ્રાણીઓના હુમલામાં માનવમૃત્યુ અને પશુઓના મૃત્યુના કિસ્સામાં મળતા વળતરમાં વધારો
વન્યપ્રાણીઓના હુમલામાં માનવમૃત્યુ અને પશુઓના મૃત્યુના કિસ્સામાં મળતા વળતરમાં વધારો

માનવમૃત્યુ થાય તો હવે રૂ.5 લાખ અને ગાય-ભેંસના મૃત્યુના કિસ્સામાં રૂ.50 હજારનું વળતર ચૂકવાશે
સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવમૃત્યુ-ઇજા તથા પશુમૃત્યુના કિસ્સામાં વળતર ચુકવાશે

રાજયમાં આવેલ વન તથા અભ્યારણ અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓમા નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમા રાજ્ય સરકારે નોંધપાત્ર સુધારો કરી નવા દરો નિયત કર્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, વન્યપ્રાણીઓના હુમલાથી માનવમૃત્યુ-ઈજા તથા પશુમૃત્યુના પ્રસંગોએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં

Visit Saurashtra Kranti Homepage here

આવતા વળતરના નવા દરમાં વધારો કરવામાં આવ્યો છે. માનવમૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિદીઠ પહેલાં રૂપિયા 4 લાખની સહાય અપાતી હતી, એને વધારીને હવે રૂ.5 લાખની સહાય ચૂકવાશે. એ જ રીતે માનવને ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા, અપંગતા હોય તેવા કિસ્સામાં રૂપિયા 59,100ને બદલે હવે રૂ. 1 લાખની સહાય અપાશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો રૂપિયા 2 લાખ અને 3 દિવસ અથવા તેથી વધુ સમય ઇજા પામેલી વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે

તો પહેલાં સહાય આપવામાં આવતી નહોતી, એને બદલે હવે રૂપિયા 10,000ની સહાય ચૂકવાશે. આ ઉપરાંત દૂધાળાં પશુઓ માટે પણ પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે, જે અંતર્ગત ગાય-ભેંસ માટે રૂપિયા 30 હજારને બદલે હવે રૂ. 50 હજાર, ઊંટ માટે રૂપિયા 30 હજારને બદલે રૂ.40 હજાર, ઘેટાં-બકરાં માટે રૂપિયા 3 હજારને બદલે રૂપિયા 5 હજારની સહાય તથા બિનદૂધાળાં પશુઓમાં ઊંટ ઘોડા-બળદ માટે રૂપિયા 25 હજાર તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી- ગધેડો-પોની વગેરે માટે રૂપિયા 16 હજારને બદલે રૂપિયા 20 હજારની સહાય ચૂકવાશે.

Read About Weather here

આ નવા દરોનો અમલ તા.5મી જાન્યુઆરીથી કરાશે અને આ ઠરાવ બહાર પાડતાં પહેલાંના બનાવોમાં જો કોઇ વળતર ચૂકવવાનું બાકી હોય તો તે જે-તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચૂકવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972માં દર્શાવેલી વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં વન્યપ્રાણીઓ, જેવા કે સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવમૃત્યુ અથવા ઇજા તથા પશુમૃત્યુ થયેલા હોય તેવા કિસ્સામાં આ વળતર ચૂકવવાનું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here