વધુ પડતી સેલ્ફીનો ક્રેઝ ક્યાંક તમને સેલ્ફીટીસ ડિસઓર્ડર તરફ ન લઈ જાય

વધુ પડતી સેલ્ફીનો ક્રેઝ ક્યાંક તમને સેલ્ફીટીસ ડિસઓર્ડર તરફ ન લઈ જાય
વધુ પડતી સેલ્ફીનો ક્રેઝ ક્યાંક તમને સેલ્ફીટીસ ડિસઓર્ડર તરફ ન લઈ જાય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સર્વે
સ્માર્ટફોનનો ઉપયોગ કરતા મોટાભાગના બાળકો અને યુવાનો કાંતો સેલ્ફીટીસ ડિસઓર્ડરની બોર્ડર લાઇન પર છે અથવા તો તેનો ભોગ બની ચૂક્યા છે
જાણો શું છે સેલ્ફી સિન્ડ્રોમના કારણો
961 લોકો પર ગુગલફોર્મના માધ્યમથી સર્વે મુજબના તારણો

દરેક વ્યક્તિને પોતાને સુંદર દેખાવું અને સુંદર તસવીરોની યાદોનો સંગ્રહ કરવો ગમતો હોય છે. જ્યારે સેલ્ફીની તો એક ક્રેઝ આજે વધતો જણાય છે અને આપણે સહુ જાણીએ છીએ કે ભયજનક જગ્યાએ સેલ્ફી લેવા જતા ઘણા અકસ્માત અને મૃત્યુ પણ થયા છે. તો આ જ ક્રેઝ વિશે જાણવા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ વિરાજે અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 961 લોકો પર ગુગલફોર્મના માધ્યમથી સર્વે કર્યો જેમાં જુદા-જુદા કેટલાક તારણો જોવા મળ્યા.

Visit Saurashtra Kranti Homepage here

અન્ય લોકોની સરખામણીમાં તેના ફોટાઓ જરાય સારા નથી આવ્યા, તેમ તેને લાગે, અથવા તો અન્યની સરખામણીમાં તે પોતાની તસવીરોથી સંતુષ્ટ ન હોય તો પણ તેનો આત્મવિશ્ર્વાસ ઓછો થવા લાગે છે. વ્યક્તિ હતાશ થઈ જાય, સ્વભાવ ચિડીયો થઈ જાય છે. જ્યારે તે વ્યક્તિને ઇચ્છિત વખાણ અથવા પોતાને જરૂરી લાગે એટલું ધ્યાન મળતું નથી, એના આત્મવિશ્ર્વાસમાં પણ ઉણપ આવે છે તે એકાંતપ્રિય થઈ જાય છે, પોતાના જ પરિવાર અને નજીકના મિત્રોથી દૂર રહેવા લાગે છે અથવા તો નશાનો વ્યસની બની જાય છે. આનાથી ડિપ્રેશનની શરૂઆત થાય છે, જે બાબત વ્યક્તિને આત્મહત્યા સુધી લઈ જઈ શકે છે.

નોમોફોબિયા (નો મોબાઈલ ફોબિયા) થી પીડિત વ્યક્તિ મોબાઈલને તેનાથી દૂર રાખવાથી કાયમ ડરે છે. સૂતી વખતે પણ તે ન માત્ર ફોન પોતાની સાથે રાખે છે, પરંતુ તેને પોતાની સાથે બાથરૂમ, ટોયલેટમાં પણ સાથે જ લઈ જાય છે. ઘણા યુવાનો આ રોગની અસરમાં આવી ચૂક્યા છે. સામાન્ય રીતે પાંચ યુવાનોમાં એકાદ વ્યક્તિ તો તેની પકડમાં જરૂરથી હોય જ છે.માનસિક વિકૃતિ પર લોકો શરૂઆતમાં તેને અત્યંત સામાન્ય ગણીને સહજ ટેવ તરીકે લઈને તેના પર ધ્યાન આપતા નથી. પરંતુ તે જ માનસિક વિકૃતિ આગળના ભવિષ્યમાં ગંભીર સમસ્યા બનીને સામે આવી જાય છે.

ખાસ પ્રસંગે સેલ્ફી લેવી, એ સામાન્ય બાબત છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તેના વ્યાવસાયિક અને અંગત જીવનના મુખ્ય કાર્યો કરતાં પણ સેલ્ફી લેવામાં વધુ સમય વિતાવે છે, તો તે નમનોરોગીથ હોવાનું બહાર આવ્યું છે. આમાં જ તેને સેલ્ફી લેવાની લત લાગી જાય છેઉપચાર: પહેલા તો એ સ્વીકારવું ખૂબ જરૂરી છે એ પ્રકારનો પણ માનસિક રોગ હોઈ શકે. ઘણી વખત વ્યક્તિ અમુક બાબતોને ખૂબ સામાન્ય લેતી હોય છે જેની ભવિષ્યમાં ખૂબ નિષેધક અસર થાય છે.

વિશ્વભરમાં કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (ઈઇઝ) નો ઉપયોગ સામાન્ય રીતે આ પ્રકારના વ્યસનથી છુટકારો મેળવવા માટે થાય છે. આ થેરાપી વ્યસનીને તેની આંતરિક વિચાર પ્રક્રિયા, લાગણી અને ક્રિયા વચ્ચેના સંબંધોને અને જોડાણને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. ઈઇઝના ઉપયોગથી ખોટી માન્યતાઓ અને અસુરક્ષાની લાગણીઓ દૂર કરવામાં મદદ લેવામાં આવે છે.

ઉપરાંત જે વ્યક્તિ ડ્રગનો દુરૂપયોગ, આત્મહત્યાના વિચારો, ડિપ્રેશન વગેરે તરફ જાય છે, તેને પણ આ પદ્ધતિની સારવાર આપવામાં આવે છે. જો કે, તેની સારવાર ખાસ કરીને વ્યક્તિની સ્થિતિ પર પણ નિર્ભર કરે છે. તેથી જ, જો કોઈ વ્યક્તિ સેલ્ફી અથવા સોશિયલ(સામાજિક) નાર્સિસિઝમથી પીડાય છે, તો ભોગ બનનાર વ્યક્તિને નિષ્ણાત પાસે લઈ જવા જરૂરી છે. આ સિવાય આત્મવિશ્ર્વાસ વધારવા માટે નિયમિત કાઉન્સેલિંગ પણ કરી શકાય છે.

સારી સેલ્ફી લેવાના પ્રયાસમાં વ્યક્તિ દ્વારા વારંવાર તસવીરો ખેંચવી, લોકોનું ધ્યાન ખેંચવું, એ દર્શાવે છે કે વ્યક્તિમાં વિશ્ર્વાસનો અભાવ અને ફિટ હોવાનો અને શ્રેષ્ઠ દેખાવાની લાગણી, સામાજિક રીતે દોટ મૂકવામાં સ્પર્ધા, સોશિયલ મીડિયા પર વધુને વધુ લાઇક્સ મેળવવાની ઇચ્છા, કોમેન્ટ્સ મેળવવાની પ્રબળ ચાહના અને પ્રશંસા મેળવવા માટેની સ્પર્ધા વગેરે બાબતો વારંવાર સેલ્ફી લેવાનું કારણ બને છે.

Read About Weather here

*સેલ્ફી લેવાની 71.5% એ હા જણાવી.
*મોટાભાગે પુરૂષો કરતા સ્ત્રીઓ વધારે સેલ્ફી લેતી હોઈ છે; જેમાં 92.7% એ હા જણાવી.
*જો સેલ્ફી સારી ના આવી હોય ત્યારે મનમાં ક્રોધ કે હતાશા જન્મે છે; જેમાં 78.9% એ હા જણાવી.
*જો કોઈ જાહેર સ્થળોએ સેલ્ફી લેવાની મનાઈ ફરમાવી હોઈ તો ત્યારે સ્ત્રી કે પુરૂષ કોના મનમાં હતાશાનો ભાવ જન્મે છે; તેવું 71% એ સ્ત્રીઓ જણાવ્યું.
*38% એ જણાવ્યું આત્મ સંતોષ માટે, 27% એ કહ્યું બીજાને દેખાડવા માટે, 17% એ જણાવ્યું સોશિયલ મીડિયા પર લાઈક્સ અને કમેન્ટ્સ મેળવવા માટે અને 18% એ જણાવ્યું કે કોઈ અન્ય કારણે સેલ્ફી લેવી ગમે છે
*72.4% એ હા જણાવ્યું કે, છોકરીઓ/છોકરાઓ જૂની સેલ્ફીથી પ્રેરાઈને નવી સેલ્ફી લેતા હોય છે
*91 %એ સ્ત્રીઓ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી સેલ્ફીને કેટલી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી તે જાણવા અત્યંત આતુર હોય છે.
*છોકરીઓ સોશિયલ મીડિયા પર પોતાની સેલ્ફી અપલોડ કરે છે તેણા તારણમાં 18% એ જણાવ્યું કે નિજાનંદ માટે, 13% એ જણાવ્યું કે અન્ય ને ઈર્ષા કરાવવા માટે, 48% એ જણાવ્યું કે બીજા પાસે પોતાની સુંદરતાના કે સાજ સજ્જાના વખાણ કરાવવા માટે જયારે 21% એ જણાવ્યું કે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચવા માટે છોકરીઓ સેલ્ફીઓ અપલોડ કરે છે.
*66% એ જણાવ્યું કે છોકરાઓ ભયજનક જગ્યાએ વધુ સેલ્ફી લેવા પ્રેરાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here