વધુ એક વખત ભરશિયાળે વરસાદી વાતાવરણ

વધુ એક વખત ભરશિયાળે વરસાદી વાતાવરણ
વધુ એક વખત ભરશિયાળે વરસાદી વાતાવરણ

હળવદ પંથકમાં માવઠું: ખેડૂતો ચિંતાતૂર

રાયડો,એરંડા, જીરૂ સહિતના ઉભા ખેતી પાકને નુકસાન થવાનો ભય

હવામાન વિભાગની આગાહી ના પગલે હળવદ શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં હવે અસર બતાવવા માંડી છે. કાલથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાતાવરણ વાદળછાયું રહ્યું હતું.

ગુરુવાર વહેલી સવારથી હળવદ પંથકમાં માવઠું થતાં વાતાવરણ આવેલા આ પરીવર્તનને પગલે ધરતીપુત્રોને એકવાર ફરી રવિ સીઝનમાં નુકશાની સહન કરવાની નોબત આવી છે. હળવદ પંથકનાં ખેડૂતોની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઈ રહી.

Visit Saurashtra Kranti Homepage here

અગાઉ પણ વારંવાર નુકશાનીની થાપ ખાઈ ચૂકેલા ખેડૂતો માટે હવે હવામાન દુશ્મન બન્યું છે.હળવદ તાલુકાના ખેડૂતો માટે રવિ સિઝન મુખ્ય માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે રવિ સિઝન દરમ્યાન જ વારંવાર બદલાઈ રહેલા હવામાનને પગલે ખેડૂતોનો રવિ પાક ચોપટ થઈ રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આગાહીની અસર બે દિવસથી હળવદ પંથકમાં જોવા મળે છે. હવામાનમાં ભેજનું પ્રમાણ વધી જવાના લીધે રવિ પાકોમાં ફૂગ જન્ય રોગચાળો ફેલાવવાની દહેશત પરવર્તી રહી છે.

ત્યારે કૃષિ નિષ્ણાતો પણ આ અંગે ખેડૂતોને ફૂગ નાશક દવાનો છંટકાવ કરવાનો ભલામણ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની બેદીવસ સુધી છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લઇ સમગ્ર હળવદ પંથકમાં સવારથી મોટાભાગના તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

Read About Weather here

માવઠું થતાની સાથે હળવદ પંથકના ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે તો આ તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે છુટો છવાયો વરસાદ શરૂ થતા માર્કેટયાર્ડ કમિશન એજન્ટ તેમજ ખેડૂત મિત્રોને કમોસમી વરસાદ પડવાની શક્યતાઓને લઈ ખેતી ઉત્પન ખેતપેદાશ ને નુકસાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક તકેદારી રાખવા વિનંતી કરાઇ છે તેમજ ઉત્પાદિત ખેત પેદાશ ને યોગ્ય સુરક્ષિત જગ્યાએ મૂકવા તેમજ વેપારી મિત્રોને પોતાનો માલ ખેત પેદાશ ને યોગ્ય જગ્યાએ ઉતારવા વિનંતી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here