વધુ એક આર્થિક પેકેજ માટે મોદી સરકાર તૈયારીમાં

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

બજેટથી નિરાશ આમ આદમીને ખુશ કરવા પ્રયાસ થશે

બે ટોચના સરકારી અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવા રાહત પેકેજમાં એ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષાવાળી યોજનાઓને આગળ વધારશે જે આવતા મહિનાઓમાં સમાપ્ત થવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

સુત્રોએ જણાવ્યું હતું કે, જો કોરોનાની વર્તમાન લહેર ખતરનાક બને અને અર્થતંત્રની સાથે આજીવિકા ઉપર પણ અસર પડતો વધુ મજબૂત પ્રોત્સાહન પેકેજ પર વિચાર થઇ શકે છે. આ પ્રોત્સાહન પેકેજ એવા સમયમાં વિચાર થાય છે કે જ્યારે હાલમાં જ બજેટ રજુ થયું છે.

એક અધિકારીએ કહ્યું હતું કે બજેટ એક વાર્ષિક અભ્યાસ હોય છે. આનો અર્થ એ નથી કે સમર્થન આપતા વધારાના પગલા નહિ લેવાય. સરકાર સમગ્ર વર્ષ મજબુત વિકાસ માટે હરસંભવ પ્રયાસ કરશે. અધિકારીઓનું કહેવું છે કે, 2022નું બજેટ તૈયાર કરતી વખતે એ ધારણા હતી કે બીજી લહેર નહિ આવે પણ એ ધારણા ખોટી સાબિત થઇ અને જુનમાં પેકેજ જાહેર કરવું પડયું.

મનરેગા, આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને કીફાયતી ઘરો પર મદદ જેવી યોજનાઓ હતી. એક અન્ય અધિકારીના કહેવા મુજબ આમાંથી કેટલીક યોજનાનો ગાળો લંબાવાશે. સાથે જ મનરેગાને મળતા ફંડને વધારાશે.

નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાકાળમાં જે 5 કિલો ઘઉં, ચોખા અને એક કિલો દાળની પ્રતિ માસે ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી તેની મુદત માર્ચ 2022માં પુરી થાય છે તો મધ્યમ વર્ગના લોકોને ઘર ખરીદવા ક્રેડીટ લીંક સબસીડી યોજના જે માર્ચ-જૂનના પુરી થાય છે તેને પણ વધારી શકાય તેમ છે.

Read About Weather here

26 માર્ચ 2020ના રોજ 1.7 લાખ કરોડની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જાહેર થઇ હતી. 27 માર્ચ 2020ના રોજ રિઝર્વ બેંકે રેપો રેટમાં 75 પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. 3 મહિનાનું મોરેટોરિયમ પણ અપાયું હતું. 16 – 17 મેના રોજ 20 લાખ કરોડનું પેકેજ જાહેર થયું હતું. 28 જુન 2021ના રોજ બીજા રાહત પેકેજ હેઠળ 6.3 લાખ કરોડનું પેકેજ જાહેર થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here