વધુ એકવખત Jio, Airtel અને Viના ટેરિફ પ્‍લાન્‍સ મોંઘા થઈ જશે…!?

વધુ એકવખત Jio, Airtel અને Viના ટેરિફ પ્‍લાન્‍સ મોંઘા થઈ જશે..!?
વધુ એકવખત Jio, Airtel અને Viના ટેરિફ પ્‍લાન્‍સ મોંઘા થઈ જશે..!?
હવે આ સ્‍પેક્‍ટ્રમ ખરીદવા માટે ટેલિકોમ કંપનીઓને લાખો કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અને અત્‍યારે કેટલીય ટેલિકોમ કંપનીઓ દેવામાં ડૂબેલી છે. તેવામાં જો હવે ૫જી સ્‍પેક્‍ટ્રમ ખરીદવું હશે, તો તેઓને વધારે દેવું લેવું પડશે. અને ટેલિકોમ કંપનીઓ દેવાનો આ ભાર ગ્રાહકોના માથે નાખશે તેવી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. થોડા મહિનાઓ અગાઉ ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોને ઝટકો આપતાં ટેરિફ પ્‍લાન્‍સમાં વધારો કરવામાં આવ્‍યો હતો. જો કે, હવે યુઝર્સ આવા જ બીજા ઝટકા માટે તૈયાર રહેવું પડશે.

Visit Saurashtra Kranti Homepage here

કેમ કે એવી ખબર સામે આવી રહી છે કે, ટૂંક સમયમાં જ Airtel, Reliance Jio અને VI ટેરિફ પ્‍લાનની કિંમતોમાં વધારો કરી શકે છે. સરકારે હાલમાં જ ૫જી સ્‍પેક્‍ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી છે. જેથી આગામી સમયમાં ટેરિફ પ્‍લાન્‍સની કિંમતો કંપની દ્વારા વધારવામાં આવી શકે છે તેવું જાણકારો કહી રહ્યા છે.રિપોર્ટના જણાવ્‍યા પ્રમાણે ટેરિફ પ્‍લાનની કિંમતોમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા ત્રિમાસિકમાં વધારો કરવામાં આવી શકે છે અને આ વધારો અંદાજે ૨૦ ટકાની આસપાસ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે, જૂન મહિના બાદ ગમે ત્‍યારે ટેરિફ પ્‍લાનની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવી શકે છે.

Read About Weather here

જણાવી દઈએ કે, Reliance Jio, Airtel અને Viએ ૬ મહિના પહેલાં જ ટેરિફની કિંમતોમાં વધારો કર્યો હતો. ડિસેમ્‍બર ૨૦૨૧માં ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ પ્‍લાનની કિંમતોમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્‍યો હતો. અને જો હવે ફરીથી ટેરિફ પ્‍લાન્‍સની કિંમતોમાં વધારો કરવામાં આવે છે તો ૬ મહિનામાં જ આ બીજી વખત હશે જયારે ટેરિફ પ્‍લાનની કિંમતો વધશે.ટેલિકોમ ઈન્‍ડસ્‍ટ્રી માટે નેટવર્ક અને સ્‍પેક્‍ટ્રમમાં રોકાણ કરવું એક મોટી વાત હોય છે. કેમ કે, તેઓને આના માટે પ્રતિ યુઝર સરેરાશ રેવન્‍યૂને વધારવું પડે છે અને આ ખુબ જ જરૂરી હોય છે. જો ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના વાત કરીએ તો, પ્રતિ યુઝર સરેરાશ રેવન્‍યૂમાં વધારો ધીમો હતો. જયારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩દ્ગક વાત કરીએ તો આ દરમિયાન ટેરિફ પ્‍લાન્‍માં ૧૫-૨૦ ટકાનો વધારો કરવામાં આવી શકે છે, એટલે કે મોંઘવારીમાં ગ્રાહકોને વધુ એક ઝટકો લાગશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here