વડોદરાવાસીઓ પુર નહીં, મગરમચ્છોથી ભયભીત

વડોદરાવાસીઓ પુર નહીં, મગરમચ્છોથી ભયભીત
વડોદરાવાસીઓ પુર નહીં, મગરમચ્છોથી ભયભીત
દેશમાં વડોદરા એકમાત્ર એકલું એવું શહેર છે જેના લોકોને ચોમાસામાં પ્રચંડ પુરથી નહીં પણ મગરમચ્છોથી ભય લાગે છે. કેમકે વિશ્ર્વામિત્રી નદીને કાંઠે- કાંઠે અને શહેરમાં વરસાદી પાણીના પ્રવાહ અને નદીના પુરના વહેણમાં તણાઈને મગરમચ્છો શહેરમાં ઘુસી આવે છે. જેના કારણે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર આવવાની હિંમત કરી શકતા નથી. ચારેતરફ મગરો નજરે પડે છે. પાણીના પ્રવાહની સાથે રહેણાંક વિસ્તારોમાં સોસાયટી અને એપાર્ટમેન્ટના દરવાજા સુધી મગરના કાફલા આવી ચડતા હોવાથી લોકોની અવર-જવર બંધ થઇ જાય છે અને ભયભીત બનીને દિવસો પસાર કરવા પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્ર્વામિત્રી નદી કાંઠે વસેલી સોસાયટીઓના લોકોને નજીકની દુકાનોમાંથી કરિયાણું કે અન્ય કોઈ ચીજ-વસ્તુઓ લેવી હોય તો પણ બોટમાં બેસીને જવું પડે છે. જો પાણીમાં ચાલીને જાય તો મગર તાણી જવાનો કે મગર શરીરે બટકું તોડી લ્યે તેવો ભય સતત ઝળુંબતો રહે છે. વડસરમાં આવેલી કાસા રેસીડેન્સી સહિતની નદીકાંઠાની અનેલ કોલોનીના રહેવાસીઓ મગરમચ્છોના ભયને કારણે નીચે ઉતરી શકતા નથી.

Read About Weather here

આવી એક સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, મગરમચ્છ ઘરના દરવાજા સુધી આવી જતા હોય છે. તમામ રસ્તા પર જળભરાવ થઇ જતા મગરો ચારેતરફ તરતા દેખાઈ છે. પરિણામે અમારે બોટ બોલાવવી પડે છે તો જ બહાર નીકળી શકાય છે. આ વર્ષે પણ ચોમાસામાં જળબંબાકાર વખતે આવી જ હાલત થઇ હતી. મનપા અને રાહત બચાવ ટુકડીઓએ અલગ- અલગ રહેણાંક વિસ્તારમાંથી 15 થી વધુ મગરનું રેસ્ક્યુ કરી વિશ્વામિત્રી નદીનાં મધ્યમાં જઈ છોડી મુક્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here