વડોદરામાં 72 લાખની ઠગાઇમાં પર્દાફાશ…!

વડોદરામાં 72 લાખની ઠગાઇમાં પર્દાફાશ…!
વડોદરામાં 72 લાખની ઠગાઇમાં પર્દાફાશ…!
વિક્કી ઉર્ફે ઇલિયાસ મુસ્લિમ હોવાથી પકડાઇ ન જાય એ માટે પોલીસથી બચવા હિન્દુ ધાર્મિક સ્થળ ધરાવતા ડાકોરમાં હિન્દુ નામ રાહુલ ધારણ કરીને રહેતો હતો. દિલ્હીના વેપારીને સસ્તાં ભાવે સોનું આપવાની લાલચે 72 લાખની ઠગાઇ કરનાર મુખ્ય આરોપી વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ડાકોરથી ઝડપી લીધો છે. તેની પાસેથી ચિલ્ડ્રન બેંક લખેલ નોટો અને સોના જેવી પીળી ધાતુનો જથ્થો પણ મળી આવ્યો છે.સસ્તા ભાવે સોનુ આપવાની લાલચે દિલ્હીના એક વેપારીને વડોદરા બોલાવી તેની પાસેથી 72 લાખ રૂપિયા વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરી (રહે. તૈયબ રેસિડેન્સી, તાંદલજા, વડોદરા)એ પડાવી લીધા હતા અને ત્યારબાદ તેને સોનુ આપવાના બદલે ધક્કા ખવડાવ્યા હતા. તેમજ વેપારીને રૂપિયા લેવા ભૂજના અલીમામદ પાસે મોકલતા અલિમામલદે વેપારીને ધમકી આપી ખંડણી માંગી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલા ભૂજના અલીમામદ નુરમામદ સોઢાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યોત ઉર્ફે ગોટુ ઉર્ફે જયેશ ગીરીશભાઇ પટલે (રહે.આવકાર સોસાયટી, પ્રેરક બંગલોની પાછળ, કારેલીબાગ, વડોદાર)ની ધરપકડ કરવામાં આવી હતી. જયેશ પટેલે રિમાન્ડ દરમિયાન આ કેસમાં આરોપી યુનુસ ઉર્ફે દાતરો છોટુમીયા મીરજા (રહે. સાંઇનાથ એવેન્યુ, ફતેગંજ, વડોદરા) વિશે માહીતી આપતા તેને શોધી કાઢી પૂછપરછ કરવામાં આવી હતી.યુનુસ ઉર્ફે દાતરાએ ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપી હતી કે, આ કેસમાં મુખ્ય આરોપી વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરી ડાકોર ખાતે બસ સ્ટેશન પાસે આવેલ બિલ્ડિંગમાં રહે છે.

જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી ગુરૂવાર રાત્રે ડાકોર જઇ તપાસ કરતા વિક્કી તે ઘરમાંથી મળી આવ્યો હતો. જ્યાં તપાસ કરતા અન્ય લોકો સાથે છેતરપિંડી કરવા માટે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલ 100, 200 અને 500ના દરના 64 બંડલ તેમજ સોના જેવી ધાતુના પીળા કલરના લંબચોરસ 6 નંગ બિસ્કિટ (વજન 396 ગ્રામ) મળી આવ્યા છે.ઇલિયાસની પૂછપરછ દરમિયાન તેણે ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે, પોલીસ કાર્યવાહીથી વાકેફ હોવાથી અને તે મુસ્લિમ હોવાથી સગાવ્હાલા તેમજ મુસ્લિમ ધાર્મિક સ્થળોવાળા શહેરોમાં હોવાનું માની પોલીસ એ તરફ શોધખોળ કરશે તેવું માણતો હોવાથી તે પોતાની ઓળખ છૂપાવી હિન્દુ નામ રાહુલ ધારણ કરી હિન્દુ ધાર્મિક સ્થળવાળા શહેર ડાકોર ખાતે બસ સ્ટેન્ડ પાસેના બિલ્ડિંગમાં રહેતો હતો.

તેમજ ત્યાં પણ અન્ય લોકોને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરવા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટોનો બંડલ અને સોના જેવી પીળી ધાતુના બિસ્કિટ પોતાની પાસે રાખ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઇલિયાસ અને યુનુસનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી રિમાન્ડ મેળવી આ મામલે તપાસ શરૂ કરી છે.યુનુસ આ મામલે આરોપી ઇલિયાસ અજમેરીની સુચના મુજબ વેપારીને હોટેલ પર કે અન્ય સ્થળો પર લેવા તથા મૂકવા જવાનો તેમજ તેની રેકી અને વોચ રાખી છેતરપિંડીથી મળેલ રૂપિયામાંથી પોતાનો હિસ્સો મેળવતો હતો.જયેશ પટેલ ઇલિયાસના કહેવા મુજબ વેપારીને હોટલ તથા ઇલિયાસની ઓફિસ પર મીટિંગો કરી પૈસા પડાવવા ભૂજ ખાતે લઇ જઇ નુરમામદ સોઢા પાસે લઇ ગયો અને ત્યાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી ઉઘરાવી હિસ્સો લીધો.

નવી દિલ્હી ખાતે રહેતા સુરેશભાઇ રામજશ સિંગાનીયાએ વડોદરા ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, અલીમહંમદ ઉર્ફે હાજી અને તેના સાગરીત ઇલિયાસ રાજખાન પઠાણ (રહે. તાંદલજા, વડોદરા)એ અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીની પાછળ કિશન રેસિડેન્સીમાં આવેલી ઓફિસ ભાડે રાખી હતી. ઇલિયાસે પોતાની વિક્કી નામથી ઓળખ આપી સુરેશભાઇ સિંગાનીયાને તા.30 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીથી વડોદરા બોલાવ્યા હતા અને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી. ઇલિયાસ ઉર્ફે વિક્કીએ સુરેશભાઇને વિશ્વાસમાં લેવા માટે પહેલા 100 ગ્રામ સોનુ આપ્યું હતું અને પછી પૈસા આપજો તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ આરોપીઓ સુરેશભાઇને સસ્તુ સોનું આપવા માટે દિલ્હીથી અવારનવાર વડોદરા બોલાવતા હતાં અને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરાવડાવી હતી. દરમિયાન સુરેશભાઇ પાસેથી બે આંગડિયા મારફતે નાણા મંગાવી સોનાની દિલ્હી ખાતે ડિલિવરી મળી જશે તેમ કહી પૂરેપૂરી સોનાની ડિલિવરી નહીં આપી સુરેશભાઇ પાસેથી વધારાના 42 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. કચ્છમાં હાજી ઉર્ફે અલીમહંમદ અને તેના માણસો સલીમ તેમજ જયેશે સુરેશભાઇને એરગન જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી

Read About Weather here

કે ‘ઇતની દેર લગેલી ઔર કોઇ દેખને વાલા ભી નહીં હોગા, દિલ્હી દૂર હો જાયેગી, માર કે સમંદર મેં ડાલ દેંગે…’ બાદમાં આરોપીઓએ સુરેશભાઇને બંધક બનાવી આંગડિયા મારફતે 30 લાખ રૂપિયાની માગણી કરી ગાંધીધામ ખાતે રહેતા સુરેશભાઇના મિત્ર નદીમના નામથી દિલ્હીથી નાણા મગાવી 30 લાખ પડાવી લીધા હતાં. આમ સુરેશભાઇને સસ્તા સોનાની લાલચમાં 70 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જે અંગે તેમણે વડોદરા ખાતે ફરિયાદ નોંધાવી હતી.પૂરતુ સોનું નહીં મળતા વધારાના નાણાની માગણી કરતા ઇલિયાસે સુરેશભાઇને કચ્છના માંડવી ખાતે હાજી નામના વ્યક્તિ પાસેથી નાણા લઇ લેવા કહ્યું હતું અને તેમને કચ્છ બોલાવવામાં આવ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here