વડિયામાં સરકારી સાયન્સ સ્કૂલ અને કોલેજ શરૂ કરવા માંગ

વડિયામાં સરકારી સાયન્સ સ્કૂલ અને કોલેજ શરૂ કરવા માંગ
વડિયામાં સરકારી સાયન્સ સ્કૂલ અને કોલેજ શરૂ કરવા માંગ

વિદ્યાર્થીઓ અને સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરી અપાયું આવેદનપત્ર

(કિરીટ જોટવા દ્વારા)
સરકારી સાયન્સ સ્કૂલ અને કોલેજ નવા સત્રથી મંજુર કરી શરૂ કરવા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માંગણી કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાલુકા મથકના સેન્ટરમાં સુવિધાઓ આપવાને બદલે અનેક સુવિધાઓ દિન પ્રતિદિન છીનવાતી જોવા મળી છે. ત્યારે ગુજરાત સરકારની દરેક તાલુકા મથક પર સરકારી કોલેજ અને સાયન્સ સ્કૂલ આપવાની વર્ષો પેહલા કરેલી જાહેરાત છતાં આજે પણ વડિયા આ સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે. ત્યારે વડિયા અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થી સાયન્સ અને કોલેજ કક્ષાના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ઉંચી ફી આપીને શહેરમાં જવા મજબુર બન્યા છે.

Read About Weather here

ત્યારે વડિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જાગૃત નાગરિકો અને વેપારી આગેવાનો દ્વારા વડિયાની મુખ્ય બજારમાં રેલી સ્વરૂપે નીકળી કોલેજ આપો, કોલેજ આપો, શિક્ષણની સુવિધાઓ આપો ના નારા લગાવીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ત્યારે સમગ્ર મામલતદાર ઓફિસનું પરિસર કોલેજ આપો, સાયન્સ સ્કૂલ આપો, શિક્ષણની સુવિધાઓ આપો, સરકાર હવે તો સાંભળોના નારાથી ગુંજી ઉઠ્યું હતું. વડિયા મામલતદાર મહેતાને આવેદનપત્ર આપ્યું હતું. જોકે અગાવના સમયગાળામાં વડિયા વિસ્તાર માટે પૂર્વ સરપંચ છગન ઢોલરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના લોકોએ પણ સરકારી કોલેજ અને સાયન્સ સ્કૂલની સુવિધાઓ માટે માંગણી કરેલ હતી. તમે યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here