વડાપ્રધાન મોદી દ્વારા રૂ.21,000 કરોડથી વધુના પ્રકલ્પોના શુભારંભનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન મોદી દ્વારા રૂ.21,000 કરોડથી વધુના પ્રકલ્પોના શુભારંભનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન મોદી દ્વારા રૂ.21,000 કરોડથી વધુના પ્રકલ્પોના શુભારંભનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં રૂા.21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ રાજકોટના હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે પ્રમુખ ભુપતભાઇ બોદરએ અધ્યક્ષીય પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, પી.એમ. નરેન્દ્રભાઈ મોદીએ 2014 થી ગ્રામ્ય વિસ્તારો અને નાનામાં નાના માણસની ચિંતા કરી તેઓના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે.કલેકટર અરૂણ મહેશ બાબુએ પ્રધાનમંત્રીને તમામ ઘરવિહોણા લોકોને ‘ઘરનું ઘર’ પૂરૂં પાડવાના મિશનની વાત ઉચ્ચારી નિયત સમય મર્યાદામાં લોકોને ઘર મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્રારા અગ્રતાના ધોરણે કામગીરી ધરવામાં આવી રહી છે, તેમ જણાવ્યું હતું.

Read About Weather here

સૌ મહાનુભાવોએ પ્રધાનમંત્રીનો વડોદરા ખાતેના કાર્યક્રમને સ્ક્રીન પર નિહાળ્યો હતો તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થી મહિલાઓને ઘરની ચાવી, પૂજાપો સુપરત કરી ગૃહપ્રવેશ કરાવાયો હતો. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 347 અને નગરપાલિકાના શહેરી વિસ્તારના 1406 લાભાર્થીઓને પી.એમ. આવાસ યોજના હેઠળ લાભ પૂરો પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડી.આર.ડી.એ.ના નિયામક એન.આર. ધાંધલ, અગ્રણી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તેમજ લાભાર્થી મહિલાઓ ઊપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here