વડાપ્રધાને સતાને સેવાનું માધ્યમ બનાવી ગરીબો, મહિલાઓ, વંચિતો, કિસાનોને અધિકાર આપ્યા: અમિત શાહ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં 8 વર્ષ પુરા થવાના અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ટ્વીટ કર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીજીએ સતાને સેવાનું માધ્યમ માનીને ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને વંચિતોને તેમના અધિકાર આપ્યા છે. જેનાથી લોકશાહીમાં એમનો વિશ્ર્વાસ જાગ્યો છે. અનેક ઐતિહાસિક સિધ્ધિઓથી ભરેલા 8 વર્ષ માટે બધાને અભિનંદન આપું છું.

Visit Saurashtra Kranti Homepage here

અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાને પોતાના સક્ષમ નેતૃત્વ અને મજબુત ઈચ્છાશક્તિથી દેશને માત્ર સુરક્ષિત જ નથી બનાવ્યો પણ એવા અનેક નિર્ણય લીધા જેના કારણે દેશવાસીઓનું માથું ગર્વથી ઊંચું કરી દીધું. મોદીના રૂપમાં આજે દેશ પાસે એવું નેતૃત્વ છે જેમાં દરેક વર્ગને વિશ્વાસ અને ગર્વ છે. 130 કરોડ ભારતીયોનાં વિશ્ર્વાસની આ શક્તિ દેશને આગળ લઇ જઈ રહી છે.

Read About Weather here

તેમણે ઉમેર્યું હતું કે, ભારતની 8 વર્ષની દરેક નીતિ અને સિધ્ધી સમગ્ર વિશ્ર્વ માટે ઉદાહરણરૂપ બની છે. ભારત આપતિને તકમાં કેવી રીતે ફેરવે છે એ આખી દુનિયાને ભારતે બતાવ્યું. જમ્મુ- કાશ્મીર હોય કે પૂર્વોતર વિસ્તાર યા ડાબેરી ઉગ્રવાદીઓનાં વિસ્તાર જ્યાં કોઈએ જોવાની હિંમત કરી ન હતી ત્યાં મોદીજીએ એમની દુરંદેશીથી વિકાસ અને શાંતિનો નવો અધ્યાય લખ્યો છે. વડાપ્રધાનનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પૂર્ણ કરવાની દરેક દેશવાસીઓની ફરજ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here