વડાપ્રધાનના હસ્તે કાલિકા મંદિરનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણ

વડાપ્રધાનના હસ્તે કાલિકા મંદિરનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણ
વડાપ્રધાનના હસ્તે કાલિકા મંદિરનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની ગુજરાત યાત્રાનાં બીજા દિવસે શનિવારે સવારે ઐતિહાસિક ધર્મસ્થાન પાવાગઢ પહોંચી 500 વર્ષમાં પહેલીવાર નવનિર્મિત કાલિકા માતાનાં મંદિરે ધ્વજારોહણનું અહોભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. સદીઓ બાદ સર્જાયેલી ઐતિહાસિક અને ભાવનાશીલ ઘટનામાં કાલિકા માતાજીનાં મંદિર, શિખર અને ધ્વજનું આજે વડાપ્રધાનનાં હસ્તે પુન: સ્થાપન થતા એક નવો ઈતિહાસ આલેખાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે મારા જીવનની આ ધન્ય પળ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુપ્ત નવરાત્રી પહેલા આપણી સામે આ મંદિર ઉભું થયું છે. યુગો અને સદીઓ બદલાઈ છે. પણ શક્તિ લુપ્ત થતી નથી.એમણે કહ્યું હતું કે, સદીઓ સુધી માતાના મંદિરમાં ધ્વજારોહણ ન થયું. આજે માતાનું મંદિર આપણું મસ્તક ગૌરવથી ઊંચું કરી નાખે છે. યુગો વીતી ગયા પછી પણ આસ્થાનું શિખર યથાવત રહે છે. 500 વર્ષ સુધી માતાની ધ્વજા ફરકી ન હતી પણ આજે આ ભવ્ય મંદિર આપણી સામે છે. આજે નવી પ્રેરણા અને ઉર્જા મળી છે. સદીઓ બાદ આ મંદિર આપણા મસ્તકને પણ ઊંચું કરે છે. શિખર ધ્વજ આપણી આસ્થાનું પ્રતિક છે. એટલે જ આ મારા જીવનની ધન્ય પળ છે.

માતાનાં ચરણોમાં શીશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું છે. સપના જયારે સિધ્ધિ બનીને સામે આવે છે ત્યારે તેનો આનંદ અનોખો હોય છે.આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યાનાં સુમારે પાવાગઢ પહોંચી ગયા હતા. એમણે પાવાગઢમાં નવનિર્મિત કાલિકા માતાજીનાં મંદિરનું ઉદ્દઘાટન કરી ધ્વજારોહણ કર્યું હતું. લાખો શ્રધ્ધાળુઓ માટે આસ્થાનાં પ્રતિક સમાન મંદિરમાં મોદીએ ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું હતું. તેમણે માં પાવાવાળીનાં ભાવુકતા સાથે દર્શન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન માં શક્તિનાં પ્રખર ઉપાસક તરીકે વિખ્યાત છે. તેઓ નવરાત્રીનાં નવ દિવસ ઉપવાસ પણ કરે છે. એટલે આજે એમના હસ્તે જ કાલિકા માતાના શિખર અને ધ્વજાનું પુન: સ્થાપન થતા વડાપ્રધાને ધન્યતા અનુભવી હતી.

લગભગ 500 વર્ષ પહેલા ગુજરાતનાં બાદશાહ મહેમુદ બેગડાએ પાવાગઢ જીતી લીધા બાદ કાલિકા માતાનાં મંદિરને ધ્વસ્ત કર્યું હતું. સદીઓથી અહીં ધ્વજારોહણ થયું ન હતું પણ આજે માતાજીનાં અનન્ય ભક્ત અને શક્તિ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે જ નવનિર્મિત મંદિરનું ઉદ્દઘાટન થયું અને એમના હસ્તે જ યોગ્ય રીતે ફરીથી ધ્વજા ફરકી ઉઠી છે. જેના કારણે લાખો શ્રદ્ધાળુઓએ ગદગદ થઈને અહોભાવની લાગણી વ્યક્ત કરી છે.શક્તિ ઉપાસક નરેન્દ્ર મોદીએ મહાશક્તિનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું ત્યારે મંદિરમાં અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

મંદિરનાં મુખ્ય પૂજારીએ વડાપ્રધાનને ચુંદડી ઓઢાળી અને હાર પહેરાવીને અદકેરું અને ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. માતાજીનાં સ્થાનકમાં વડાપ્રધાને થોડો સમય વિતાવી મુક પ્રાર્થના પણ કરી હતી. આ રીતે સદીઓ બાદ મહાશક્તિનાં સ્થાનકમાં સોનેરી ક્ષણોનું સર્જન થયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ ચુંદડી ઓઢાળી સ્વાગત કરાયું હતું. પાવાગઢ મંદિર અને આખો કિલ્લો તથા ધર્મસ્થાન યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્મારકોની યાદીમાં સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here