વંદે ભારત ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે ટ્રેનનું સ્વાગત

વંદે ભારત ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે ટ્રેનનું સ્વાગત
વંદે ભારત ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે ટ્રેનનું સ્વાગત
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરમાં એકસાથે નવ સેમી હાઇ સ્પીડ ટ્રેન ’વંદે ભારત’ એક્સપ્રેસનો શુભારંભ કરાયો છે. જે પૈકી જામનગર-અમદાવાદ રેલવે રુટની સૌથી ઝડપી ’વંદે ભારત’ ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે રાજ્યના મંત્રી સર્વ રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, તથા મુળુભાઈ બેરાના વરદહસ્તે ફૂલોથી ટ્રેનનું અભિવાદન કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે દેશમાં સંપૂર્ણ સ્વદેશી નવ જેટલી ’વંદે ભારત’ ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું છે, જે કે દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ ’મેક ઈન ઈન્ડિયા’ તથા ’આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાર્થક કર્યું છે. કાર્યનિષ્ઠ આગેવાનો અને અધિકારીઓની મહેનતના પરિણામે ’વંદે ભારત’ ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઈ છે, જેનો આનંદ વ્યક્ત કરું છું.

Read Saurashtra Kranti E-Paper here

પ્રવાસન તથા આબોહવા પરિવર્તન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પંથકને સૌ પ્રથમ ’વંદે ભારત’ ટ્રેન મળી છે, જેના થકી જામનગર-અમદાવાદની ટ્રેનમાં મુસાફરો સગવડ સાથે આરામદાયક મુસાફરી કરી શકશે. રાજકોટ, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે સ્ટોપ કરનારી ’વંદે ભારત’ ટ્રેનથી વેપાર-ધંધાને ફાયદો થશે. લોકોની લાગણી અને માંગણીને માન આપીને આ ટ્રેનનો રૂટ દેવભૂમિ દ્વારકા સુધી લંબાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.આસિસ્ટન્ટ ડિવિઝન રેલવે મેનેજર જી. પી. સૈનીએ સૌરાષ્ટ્રને પહેલી ’વંદે ભારત’ ટ્રેન પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના ઉદ્દેશથી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે દેશમાં જ આ ટ્રેનનું નિર્માણ કરાયું છે. આનંદદાયક મુસાફરી માટે આ ટ્રેનની ચેર 360 ડિગ્રીએ ફરી શકે છે. આ ટ્રેન જામનગરથી બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ તેમજ અમદાવાદથી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here