લોન વસૂલાત માટે બેન્કો-એજન્ટો બળજબરી ન કરી શકે: નિયમો ઘડાશ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બેન્કો અથવા નાણાં સંસ્થાઓ પાસેથી લોન મેળવનારા ગ્રાહકોને વસૂલાત માટે ધાકધમકી આપીને પરેશાન કરનારા એજન્ટો સામે હવે સખ્ત નિયમો તૈયાર કરવામાં આવશે તેવો મહત્વનો નિર્દેશ રિઝર્વ બેન્કના ગર્વનરશશીકાંત દાસે આપ્યો છે.બેન્કો કે નાણાં સંસ્થાઓના એજન્ટો ધિરાણ વસૂલી માટે ગ્રાહકોને પરેશાન નહીં કરી શકે તે વારંવાર ફોન નહીં કરી શકે અથવા બળજબરીપૂર્વક નાણાં ચૂકવવા દબાણ નહીં કરી શકે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રકારનાં નક્કર નિયમો ઘડવામાં આવશે અને તેનો સખ્તાઇથી અમલ કરાવવામાં આવશે. રિઝર્વ બેન્કના ગર્વનર શશીકાંત દાસે કહ્યું કે લોનના નાણાં વસૂલવા એજન્ટો ગમે ત્યારે ગ્રાહકોને ફોન કરતાં હોય છે. ખરાબ ભાષામાં વાત કરતા હોય છે અથવા ધાકધમકી પણ આપતા હોય છે.બેન્કો પાસે લોન વસૂલાતના અધિકાર છે પરંતુ કાયદાકીય મર્યાદામાં કાર્યવાહી કરવાની હોય છે.લોન ધારકોને માનસિક પરેશાની કરી શકાતી નથી. ખાસ કરીને એજન્ટો તરફથી ફોનમાં ધાકધમકી મામલે બેન્કોએ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઇએ. લોન વસૂલાત માટે એજન્ટોને યોગ્ય દિશા નિર્દેશ પણ આપવા જોઇએ.

રિઝર્વ બેન્કના ગર્વનરે વધતી મોંઘવારીને પણ પડકારજનક ગણાવતા કહ્યું હતું કે, ભારત જ નહીં અમેરિકા, યુરોપ સહિત દુનિયાભરના દેશોમાં મોંઘવારી વધી છે. તાત્કાલીક તેના પર કાબૂ મેળવવાનું મુશ્કેલ છે. મોંઘવારીને સહન કરવી પડે તે સમયની જરુરિયાત છે. તેને કાબૂમાં લેવા માટે પગલા લેવામાં આવ્યા જ છે અને વખતોવખત વધુ પગલા લેવામાં આવશે.સુત્રોના કહેવા પ્રમાણે લોન વસૂલી માટે એજન્ટો ધાકધમકી આપતા હોવાના મામલે રિઝર્વ બેન્ક સમક્ષ ઢગલાબંધ ફરિયાદો થઇ રહી છે. આ જ કારણથી રિઝર્વ બેન્કે હવે આકરું વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.

Read About Weather here

ડીજીટલ ધોરણે કે ઓનલાઇન આપતી પધ્ધતિને સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે પણ તૂર્તમાં નવા દિશાનિર્દેશ જારી કરવામાં આવશે. ઓનલાઇન લોનના નામે થતી છેતરપીંડી સામે પણ આરબીઆઈ ગર્વનરે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે લોકોમાં જાગૃતિ ઉભી થાય તે માટે વખતોવખત ગાઇડલાઇન જારી કરવામાં આવતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ મારફત લોન ઓફર કરતી અનેક કંપનીઓ બિનઅધિકૃત અને બોગસ છે. ઓનલાઇન એપ મારફત લોન લેનારા ગ્રાહકો પછી એજન્ટોની ધાકધમકીથી માનસિક પરેશાનીમાં આવી જાય છે. અનેક કિસ્સાઓમાં આત્મહત્યા કરતા હોવાના બનાવો પણ બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here