લોધિકાના ખીરાસરા ગામે ભ્રુણ તરછોડી જનાર અજાણી મહિલાની શોધખોળ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સરપંચે જાણ કરતા લોધિકા પોલીસે દોડી જઈ મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો ; અજાણી મહિલા વિશે માહિતી આપવા લોધિકા પોલીસની અપીલ

લોધિકા તાલુકાના ખીરસરાની રાતૈયાની ચોકડી પાસેથી એક મૃતભ્રુણ મળી આવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે ગામના ઉપસરપંચ મુકેશભાઇ હીરાભાઇ સાગઠીયા(ઉ.વ.44)એ એક અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવતા લોધિકા પોલીસ મથકના પીએસઆઈ કે.એ.જાડેજા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી

મુકેશભાઈએ જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છુ અને હુ ચાલુ ટર્મમા ઉપ સરપંચ તરીકે સેવા આપુ છું અને ખીરસરા રાતીયા રોડ ચોકડી પાસે મોમાઇ પાન નામની દુકાન ધરાવુ છુ ત્યાં બેસીને વેપાર ધંધો કરૂ છુ.

ગઇ તા.7 ના રોજ હું સવારના આઠ વાગ્યાથી મારી અમારા ગામમાં ખીરસરા રાતૈયા ચોકડી ઉપર આવેલ મોમાઇ પાનની દુકાન ઉપર હાજર હતો ત્યારે આશરે સાડા અગીયારેક વાગ્યાના અરસામાં અમારા ગામના પ્રવિણ મૈયાભાઇ ટોળીયા મારી પાસે આવેલ

અને કહેલ કે સામે કાલાવડ રાજકોટ રોડ ઉપર બસસ્ટેન્ડથી આગળ રોડના કાંઠે એક તાજું જન્મેલ બાળક ખુલ્લુ પડેલ છે તેમ વાત કરતા હુ તુરતજ ત્યાં ગયેલ તો રાજકોટ કાલાવડ રોડ બસ સ્ટેન્ડ પાસે રોડની સાઇડમાં એક તાજું જન્મેલ બાળક પડેલ હતુ તે મરણ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

તેથી મે પોલીસમાં જાણ કરતા પોલીસ આવી ગયેલ અને તાજા જન્મેલ બાળકની લાશ ઉપર મારી હાજરીમા કાગળો કરેલ અને બાળકની લાશનુ પી.એમ કરાવડાવેલ હોય જે અંગેની પી.એમ નોટ આવતા

આ બાળક મરણ ગયેલ જન્મેલ અને સાત થી આંઠ મહીનાનું હોવાનું જણાઈ આવેલ હોય જેથી કોઇ અજાણી સ્ત્રી એ તાજા જન્મેલ મૃત બાળક નો જન્મ છુપાવવા માટે તરછોડી દીધું હતું.

Read About Weather here

આ અંગે લોધિકા પોલીસ મથકના મહિલા પીએસઆઈ કે.એ.જાડેજા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here