અલગ-અલગ વિસ્તારનાં લોક પ્રતિનિધિઓની દોડધામ શું સૂચવે છે?

રાજકોટ શહેર અને જીલ્લામાં મ્યુકર દર્દીઓના ઇન્જેક્શન બારામાં સમસ્યા પર હજુ પૂર્ણવિરામ નથી

સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજૂઆતોનો ધોધ શરૂ, ઇન્જેક્શનો સ્ટોક હજુ પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાનો આગેવાનો દ્વારા ધોષ, રોજ તંત્રને ઢંઢોળતા લોક પ્રતિનિધિઓ

જો પોતાના વિસ્તારમાં અછત હોય તો જ લોક પ્રતિનિધિઓ દોડી આવે એ સ્વાભાવિક

રાજકોટ શહેર અને જીલ્લામાં મ્યુકરમાઈકોસિસનાં દર્દીઓની સંખ્યામાં જેમ-જેમ વધારો થતો જાય છે. તેમ-તેમ સારવાર માટેના જરૂરી ઇન્જેક્શનોની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને જીલ્લા તંત્ર કોઈ તંગી નથી અને પડશે નહીં. એવી હૈયા ધારણાઓ આપતા રહ્યા છે. પરંતુ છેલ્લા 72 કલાકમાં શહેર અને જીલ્લાના અલગ-અલગ વિસ્તારના લોક પ્રતિનિધિઓ તરફથી દવા અને ઇન્જેક્શનની અછત બારામાં રજુઆતોનો ધોધ વહી રહ્યો છે એ જોતા તંત્ર કહે છે એથી કઈક જુદું ચિત્ર પુરવઠા બારામાં સ્પષ્ટ થઈને સામે આવી રહ્યું છે. સાંસદ અને ધારાસભ્ય તથા આગેવાનો તરફથી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને તેમાં ગતિ આવી છે જે સ્પષ્ટ સાબિત કરે છે કે મ્યુકરનાં દવા અને ઇન્જેક્શનનાં પુરવઠાના મામલે હજુ પણ સંતોષ કારક પરિસ્થિતિનું નિર્માણ થઇ શકતું નથી.

Subscribe Saurashtra Kranti here

બે દિવસ પહેલા રાજકોટનાં સાંસદ અને એક ધારાસભ્ય દ્વારા ઇન્જેક્શનની તંગી અંગે રાજકોટના જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવામાં આવી હતી. જે તે ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે ઇન્જેક્શનનાં જરૂરી પુરવઠાની વ્યવસ્થા કરવા પર સાંસદ અને ધારાસભ્યએ ખૂબ ભાર મુક્યો હતો અને તંત્રને હચમચાવ્યો હતો.

આજની વાત કરીએ તો ગોંડલથી પણ આજ પ્રકારની વાત તંત્ર સુધી પહોચાડવામાં આવી છે. ગોંડલમાં ઇન્જેક્શનોની કાયમી અછત અંગે ગોંડલના લોક પ્રતિનિધિએ પણ જવાબદાર અધિકારીનું ધ્યાન દોર્યું છે અને તાકિદે પગલા લેવાની જરૂરિયાત સમજાવી છે.

Read About Weather here

અધિકારીઓ સાથે લોક પ્રતિનિધિઓ ટેલીફોનીક તેમજ રૂબરૂ પણ ચર્ચા કરતા રહ્યા છે અને અવાર-નવાર દવા તથા ઇન્જેક્શનની અછત તરફ ધ્યાન દોરતા રહ્યા છે. છેલ્લા બે દિવસથી જે રીતે રજુઆતોનો મારો થયો છે. એ જોતા સ્પષ્ટ સમજી શકાય છે કે રાજકોટ જીલ્લામાં મ્યુકર દર્દીઓની સારવાર માટે ઇન્જેક્શનનાં પર્યાપ્ત સ્ટોકનો અભાવ છે. કોઈ પણ કારણોસર બધી જગ્યાએ જરૂરીયાત મુજબ જથ્થો પહોચી રહ્યો નથી. એવું દેખાઈ આવે છે. એવું શા માટે બની રહ્યું છે, લોક પ્રતિનિધિઓ ખુદ રજુઆતો માટે કેમ દોડી જવું પડે છે, પૂરતા પુરવઠાની વ્યવસ્થામાં શું વિઘ્ન આવી રહ્યું છે તે તમામ સવાલોનો જવાબ મેળવવાની જવાબદારી લગતા વરગતા તંત્રના સિરે છે.

મ્યુકરની બિમારી શરીરમાં ફેલાઈ જતા વાર લાગતી નથી. એટલે ઇન્જેક્શનની કમી અને પરમિશન સમયસર ન મળે એ સ્થિતિમાં દર્દી જીવ ગુમાવી શકે છે.એ ચિંતાને કારણે લોક પ્રતિનિધિઓ દોડધામ કરતા નજરે પડી રહ્યા છે. સાંસદો, ધારાસભ્યોની આવી હાલત હોય તો આમ આદમીની દશા કલ્પી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here