લીલી પરિક્રમા પર પ્રતિબંધ…!

લીલી પરિક્રમા પર પ્રતિબંધ…!
લીલી પરિક્રમા પર પ્રતિબંધ…!

જોકે ગેટ બંધ હોઈ, ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ભાવિકોએ કહ્યું હતું કે પરિક્રમામાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિંબધ છે એનાથી તેઓ અજાણ છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રતિ વર્ષ કારતક સુદ અગિયારસથી વિધિવત રીતે લીલી પરિક્રમા શરૂ થતી હોય છે, જોકે ગિરદી અને ગંદકીથી બચવા અનેક ભાવિકો દર વર્ષે વહેલા આવી પરિક્રમા કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ અનેક ભાવિકોએ લીલી પરિક્રમા કરવા, પરિક્રમાના પ્રવેશ ગેટ પાસે જમાવડો કર્યો છે.

એક ભાવિકે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં હું સપડાયો હતો અને ઓક્સિજન પર હતો. જોકે મને ગિરનારી મહારાજ પર સંપૂર્ણ ભરોસો હતો, જેથી મેં માનતા માની હતી કે જો કોરોનામાંથી બચી જાઇશ તો લીલી પરિક્રમા કરી માનતા પૂરી કરીશ.

હવે પ્રવેશવા ન દે તો માનતા કેમ પૂરી કરવી? આ તો ભાવિકોની શ્રદ્ધા સાથે ખિલવાડ છે. સરકારી કે રાજકીય કાર્યક્રમોમાં લોકોની ભીડ થાય તો ત્યાં કોરોના થતો નથી

અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના થઇ જાય તે તો ગજબ કહેવાય! અનેક ભાવિકોએ જણાવ્યું હતું કે, અમે તો વેક્સિનેશનના ડબલ ડોઝ પણ લઇ લીધા છેે.

એક શ્રદ્ધાળુ મહિલાએ જણાવ્યું હતું કે અમને ખબર નથી કે પરિક્રમામાં ભાવિકોને જવાની મનાઇ છે. હું તો છેક ભાવનગરથી ચાલીને આવી છું. કોરોનાની માનતા પૂરી કરવા આવી છું.

Read About Weather here

અગાઉ 4 પરિક્રમા કરી હતી. હાલ ક્યાં કોરોના છે? છત્તાં ખોટી રીતે હેરાન પરેશાન કરાય છે.આ વખતે 5 મી પરિક્રમા કરવાની હતી. જોકે, અહીં ગેટ બંધ હોય બેઠા છીએ. અમે 4 થી 5 દિવસના ધંધા, રોજગાર, મજૂરી જતી કરીને પરિક્રમા કરવા આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here