લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામ પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બેનાં મોત

લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામ પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બેનાં મોત
લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામ પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બેનાં મોત

કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઇ

અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બેના મોત નિપજવાની ઘટના બની હતી. આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

અકસ્માત ઝોન તરીકે પ્રચલિત લીંબડી-રાજકોટ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેટે છે. ત્યારે અકસ્માત ઝોનમાં આવતા લીંબડી – રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બેના મોત નિપજવાની ઘટના બની હતી. આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

Read National News : Click Here

જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા તાકીદે લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી જામનગર જતાં પરિવારને લીંબડી હાઇવે પર અકસ્માત નડ્યોં હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા અકસ્માતના સ્થળે એકઠા થઇ ગયા હતા. હાઇવે પર થયેલા આ ગોઝારા અકસ્માતના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Read About Weather here

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશથી આવેલા અને અમદાવાદથી જામનગર જતાં પરિવારનો લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here