લાયસન્સ વગર નાણા ધીરધારનો ધંધો કરનાર પાંચ શખ્સો પાસામાં ધકેલાયા

લાયસન્સ વગર નાણા ધીરધારનો ધંધો કરનાર પાંચ શખ્સો પાસામાં ધકેલાયા
લાયસન્સ વગર નાણા ધીરધારનો ધંધો કરનાર પાંચ શખ્સો પાસામાં ધકેલાયા

ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસે કાઠી, આહિર, પટેલ અને રાજપૂત શખ્સોની અટકાયત કરી અલગ-અલગ જેલમાં ધકેલી દીધા

શહેરમાં અલગ-અલગ સ્થળોએ લોકોને ઉચા વ્યાજે વગર લાયસન્સે નાણા વ્યાજે આપી ઉચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર પાંચ શખ્સો સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગાવી જેલ હવાલે કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ છેલ્લા ઘણા સમયથી શહેરમાં ચાલતી વ્યાજખોરીની પ્રવૃત્તિને ડામવા શહેર પોલીસ કમિશનરે કરેલા હુકમનાં પગલે ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસ મંથકનાં પી.આઈ એ.એસ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ એ.બી.જાડેજા સહિતનાં સ્ટાફે લાયસન્સ ન હોવા છતાં નાણા ધીરધારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર

વિક્રમ જીલુ ખુમાણ (રહે. ૧૫૦ ફૂટ રીંગરોડ ગાંધીગ્રામ, શેરી.૧), પરેશ ભૂપત દેથારીયા (રહે. સરકારી વસાહન વસ્ત્રાપુર મેમનગર અમદાવાદ), ઉમેશ રમેશ પાંભર (રહે. પ્રણામી પાર્ક મવડી પ્લોટ), વિક્રમ ભુદરજી ભાગીયા (રહે. મવડી મેઈન રોડ બાપા સીતારામ ચોક શિવમ પાર્ક શેરી.3) તથા સંદીપ ઉર્ફે સંદીપસિંહ બાબુ જેઠવા (રહે. મવડી ચોકડી રાધે હોટલ પાસે ક્રિષ્ના પાર્ક) નામના પાંચ શખ્સોની અટકાયત કરી પાસાના કાગળો કરી તૈયાર કરી વડી કચેરીએ મોકલાવતા અને તેના પર શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મહોર લગાવી દેતા પોલીસે વિક્રમ ખુમાણને ભુજ જેલ, પરેશ દેથરીયાને પોરબંદર જેલ, ઉમેશ પાંભરને અમદાવાદ જેલ, વિક્રમ પટેલને વડોદરા જેલ, સંદીપ જેઠવાને સુરત જેલમાં પાસામાં ધકેલી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here