લાંચ માંગનાર જીએસટીના 2 અધિકારી – એક નિવૃત અધિકારીના રિમાન્ડ મેળવવા તજવીજ

લાંચ માંગનાર જીએસટીના 2 અધિકારી - એક નિવૃત અધિકારીના રિમાન્ડ મેળવવા તજવીજ
લાંચ માંગનાર જીએસટીના 2 અધિકારી - એક નિવૃત અધિકારીના રિમાન્ડ મેળવવા તજવીજલાંચ માંગનાર જીએસટીના 2 અધિકારી - એક નિવૃત અધિકારીના રિમાન્ડ મેળવવા તજવીજ

વેપારીના રાજકોટથી બામણબોર જઇ રહેલા ટ્રક આંતરી બીલ સાચા હોવા છતાં ખોટા છે કહી 8 લાખની લાંચ માંગી હતી: 4 લાખમાં નક્કી કરી 50 હજાર વસુલી લીધા બાદ બાકીની રકમ ઉપલેટામાં સ્વીકારતાં જ એસીબીએ ટ્રેપ સફળ બનાવી
બે અધિકારીના ઘરની જડતી દરમિયાન રાજ્યવેરા અધિકારી વિક્રમ કનારાના ઘરમાંથી રૂ. 7 લાખ રોકડા મળ્યા

સરકાર તરફથી પગાર મળવા છતાં ખોટી રીતે અરજદારોને પરેશાન કરી લાંચ માંગનાર જીએસટી વિભાગના બે અધિકારી અસેબીની ટ્રેપમાં ફસાયા છે. શહેરના બહુમાળી ભવનમાં ત્રીજા માળે બેસતી જીએસટી કચેરીના રાજ્ય વેરા અધિકારી

Visit Saurashtra Kranti Homepage here

વિક્રમ દેવરખીભાઇ કનારા (રહે. ગવર્નમેન્ટ કોલોની, યુનિવર્સિટી રોડ ), રાજ્ય વેરા નિરીક્ષક અજય શિવશંકરભાઇ મહેતા (રહે. શાસ્ત્રીનગર અજમેરા નાના મવા રોડ) તથા જીએસટીના નિવૃત ઇન્સ્પેકટર મનસુખલાલ બચુલાલ હિરપરા (રહે. કોઠારીયાઇશ્વર પાર્ક-2)ને રાજકોટ એસીબીની ટીમે રૂ. 3.50 લાખની લાંચ લેતાં ઝડપી લેતાં જીએસટી કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો.

નિવૃત અધિકારી સહિત ત્રણેયને રાત લોકઅપમાં વિતાવી પડી હતી.બામાણબોર પાસે લોખંડના વેપારીની ટ્રક રોકી બીલ સાચા હોવા છતાં ખોટા છે તેવું કહી વેપારી પાસેથી પતાવટના આઠ લાખ માંગ્યા બાદ ચાર લાખમાં સોદો નક્કી કરી રૂ. સાડાત્રણ લાખની લાંચ માંગી હતી.

બે અધિકારિના ઘરની જડતી દરમિયાન અધિકારી વિક્રમ કનારાના ઘરમાંથી સાતેક લાખથી વધુની રોકડ રકમ પણ મળી આવી હોવાનું,હાલ ત્રણેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

વિગત એવી છે કે ફરીયાદી શહેરના લોખંડના વેપારીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હોઇ તે દરમ્યાન આરોપીઓ વિક્રમ કનારા અને અજય મહેતાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલા માલના

બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહેતાં વેપારીએ તથા તેમના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવા છતાં માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ નિવૃત અધિકારી હીરપરા મારફતે ફરીયાદી વેપારી તથા તેમના ભાગીદાર સાથે વાતચીત કરી રૂ. 8,00,000ની લાંચની માંગણી કરી હતી.

વેપારી આવી રકમ આપવા માંગતા ન હોઇ જેથી એસીબીમાં ફરીયાદ કરતા ગઇકાલે ભુતખાના ચોક પેટ્રોલ પંપ સામે બિઝનેસ સેન્ટર નજીક ઉપલેટા હિન્દ મોઝેક ટાઇલ્સ નામની દૂકાને એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. જેમાં કનારા અને મહેતા વતી આરોપી હીરપરાએ અગાઉ થયેલ વાતચીત મુજબના રૂ.3,50,000 ફરિયાદી વેપારી પાસેથી સ્વીકારતાં જ તેને એસીબીની ટીમે રંગેહાથ પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આ પછી વિક્રમ કનારા અને અજય મહેતાને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતાં.ઝડપાયેલા બે મુખ્ય અધિકારીઓ વિક્રમ કનારા અને અજય મહેતાએ લાંચની રકમ મેળવવા નિવૃત અધિકારી મનસુખ હીરપરાની મદદ માંગતા તેણે મદદ કરવાને બદલે પોતાનો પણ ભાગ થશે તેમ કહી વચેટીયા બની લાંચ સ્વીકારી હતી.

નિયમ મુજબ એસીબીની ટીમે ત્રણેયના ઘરની જડતી કરી હતી. એસીબીના સુત્રોના કહેવા મુજબ મનસુખ હીરપરા અગાઉ પણ બોગસ રિફંડના કેસમાં સંડોવાઇ ચુકયા છે.
વધુ માહિતી મુજબ જામનગર એસીબી પીઆઇ પરમારએ અધિકારી કનારાના ઘરે જડતી કરતાં સાતેક લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે.

Read About Weather here

તેમજ પીઆઇ સોલંકીએ અધિકારી મહેતાની ઘરે તલાશી-જડતી લીધી હતી. અહિથી કંઇ મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. રિમાન્ડ સહિતની કાર્યવાહી હવે સુરેન્દ્રનગર એસીબી પોલીસની ટીમ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here