લાંચીયા- ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ નહીં બરતરફ કરો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બહુમાળી ભવનની કચેરીઓમાં ગુટલી બાજો, તોડબાજો અને વચેટીયાઓનું રાજ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

બહુમાળી ભવનની કચેરીઓમાં ગુટલી બાજો, તોડ બાજો અને વચેટીયાઓનું રાજ હોવાનો આક્ષેપ કોંગ્રેસનાં પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, શહેર કોંગ્રેસનાં મહામંત્રી રમેશભાઈ તલાટીયા, શહેર કોંગ્રેસ ફરિયાદ સેલનાં ભાવેશ પટેલ અને લોક સંસદ વિચાર મંચનાં ધીરુભાઈ ભરવાડે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે. રાજ્ય સરકારનો પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પરપોટો ફૂટી ગયો છે.

ભ્રષ્ટાચારને નાથવા અને ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા ગુજરાતમાં સાત ડિવિઝન હેઠળ 37 પોલીસ સ્ટેશન એસીબીના કાર્યરત છે.

એસીબીની બગલમાં પણ લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ પગાંધી છાપથ વગર કામ કરતા નથી અને રંગે હાથ ઝડપાયા હોય એવું રેકોર્ડ પર છે. જૂનાગઢના એસીબીના પી.આઇ પણ તોડ કાંડમાં ઝબ્બે કરાયા હતા.

જો વાળ જ ચીભડા ગળે તો કહેવું કોને?રાજકોટમાં રેસકોર્ષ સ્થિત બહુમાળી ભવનની કચેરીઓ લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓના અડ્ડાઓ બની ગઈ છે એજન્ટો, દલાલો, વચેટિયાઓ અને લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ બહુમાળી ભવનની કચેરીઓમાં સમયાંતરે ઝબ્બે કરાયા છે.

અગાઉ વેરા કમિશનરની કચેરી બહુમાળી ભવનમાં ના મહિલા અધિકારી લાંચમાં રંગે હાથ ઝડપાયા હતા ત્યારે વધુ એક વખત આજ કચેરીમાં લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓએ રૂપિયા આઠ લાખ જેવી માતબર રકમની લાંચની માગણી કરી હતી

જેમાંથી સાડા ત્રણ લાખ રૂપિયાની રકમ લેતા એસીબીની ટ્રેપમા 3 રંગે હાથ ઝડપાયા છે જેમાં વિક્રમ દેવરખીભાઈ કનારા, રાજ્ય વેરા અધિકારી વર્ગ-2, નાયબ રાજ્ય વેરા કમિશ્નરની કચેરી, અન્વેષણ-10, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ.

અજય શિવ શંકરભાઈ મહેતા, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 નાયબ રાજ્ય વેરા કમિશનરની કચેરી, અન્વેષણ-10, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ. મનસુખલાલ બચુભાઈ હિરપરા, નિવૃત ઇન્સ્પેક્ટર, વચેટિયા (દલાલ).

Read About Weather here

ગુજરાત રાજ્યે પણ અન્ય રાજ્યોની જેમ લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ નહીં પરંતુ બરતરફ (ઘર ભેગીના) કરી દેવા કોંગ્રેસ અને લોકસંસદ વિચાર મંચે માંગ ઉઠાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here