લહેરથી મનાવો જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ, રાત્રી કફર્યુમાં એક દિવસ અપાતી છૂટ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વકાંક્ષા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વકાંક્ષા

30મી ઓગસ્ટે આઠમ નીમીત્તે નાઇટ કફર્યુ રાત્રે 1 વાગ્યાથી શરૂ થશે: રાજકોટ સહિત આઠ મહાનગરમાં ગણેશ ઉત્સવ માટે રાત્રે 12 સુધીની છૂટ આપતી સરકાર: તહેવારો નિમિત્તે કફર્યુ સહિતના નિયંત્રણોમાં રાહત આપવાનો રૂપાણી સરકારનો નિર્ણય

આગામી દિવસોમાં લોકપર્વના મહત્વપૂર્ણ ગણાતા જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ તહેવારો નિમિત્તે નાઇટ કફર્યુ અને નિયંત્રણોમાં મહત્વની છૂટછાટ આપવાની ગઇકાલે રાત્રે રાજય સરકારે જાહેરાત કરી હતી. નાઇટ કફર્યુ એ દિવસોમાં મધરાતથી શરૂ થશે એવું જાહેર કરવા સાથે રાજય સરકારે લોકોને ઉત્સવો મનાવવાની સાથે સાથે સામાજીક અંતર સહિતના નીતિનીયમોને વળગી રહેવા લોકોને જાહેર અપીલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલે મળેલી રૂપાણી સરકારની કોરકમીટીની બેઠકમાં તહેવારો પર નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં એવો મહત્વનો નિર્ણય લેવાયો હતો કે, જન્માષ્ટમીની આસાનીથી ઉજવણી થઇ શકે એ માટે 30મી ઓગસ્ટે નાઇટ કફર્યુ 11 વાગ્યેની બદલે રાત્રે 1 વાગ્યાથી શરૂ થશે.

એ જ પ્રકારે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં પરંપરાગત જન્માષ્ટમી યાત્રાઓને પણ મર્યાદિત લોકોની હાજરી સાથે મંજુરી આપવામાં આવી છે. જો કે મટકી ફોડ કાર્યક્રમ અને સ્થાનિક મેળાઓને મંજુરી આપવામાં આવી નથી. તેમ સરકારના નવા જાહેરનામાં દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

ગણેશ ઉત્સવ સંદર્ભે રાજય સરકારે એવો નિર્ણય જાહેર કર્યો છે કે, તા.9 થી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવને કારણે નાઇટ કફર્યુ રાતના 12 વાગ્યાથી અમલી બનશે. જાહરે સ્થળો પર અને મુખ્ય ચોક વગેરે વિસ્તારોમાં 4 ફૂટથી વધુ ઉંચી મુર્તી મુકવાની મંજૂરી નહીં અપાય જયારે ઘરમાં બે ફૂટ ઉંચી ગણેશની મુર્તી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

તહેવારો પર માસ્ક અને સામાજીક અંતર સહિતના કોરોના નિયમોનું ફરજીયાત પાલન કરવા રૂપાણી સરકારે લોકોને અનુરોધ કર્યો હતો. રાજય સરકારના જાહેરનામાં અનુસાર જન્માષ્ટમી પર દર્શન અને જન્માષ્ટમી યાત્રાની છૂટ અપાઇ છે પણ મંદિરોમાં કતારમાં ઉભેલા લોકોએ બબ્બે ફૂટનું અંતર જાળવવું ફરજીયાત રહેશે.

યાત્રા અને મંદિરોમાં એકિ સમયે 200થી વધુ ભકતોની હાજરી માટે છૂટ નહીં આપાય એટલે કે 200ની મર્યાદામાં ભકતોએ હાજર રહેવું પડશે. એ પછી વારાફરતી મંદિરમાં દર્શન માટે જવા દેવાશે.

Read About Weather here

ગણેશ ઉત્સવના પંડારમાં પૂજ-આરતી અને પ્રસાદ અર્પણ સીવાય અનેક ધાર્મીક કે સાંસ્કૃતિક કાર્યક્રમો થવા દેવાશે નહીં. ગણેશ મૂર્તી વિસજનના દિવસે પણ 15થી વધુ વ્યકિતઓને ભેગા થવાની મનાઇ ફરમાવવામાં આવી છે. વિર્સજન સમયે મોટા વાહનમાં મૂર્તીની સાથે માત્ર 15 ભકતોની હાજરીની છૂટ આપવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here