લદાખમાં ભારતનો 38 હજાર ચો. કી.મી. વિસ્તાર ચીને પચાવી પાડયો

લદાખમાં ભારતનો 38 હજાર ચો. કી.મી. વિસ્તાર ચીને પચાવી પાડયો
લદાખમાં ભારતનો 38 હજાર ચો. કી.મી. વિસ્તાર ચીને પચાવી પાડયો

1962થી અત્યાર સુધીમાં આટલો વિશાળ વિસ્તાર દબાવી દીધાનો સરકારી એકરાર

લદાખના 38 હજાર ચો.કીમી જેટલા ભારતીય વિસ્તાર પર છેલ્લા 6 દાયકાથી ચીન કબ્જો જમાવીને બેઠો હોવાની સરકારે લોકસભામાં કબુલાત કરી છે. એક લેખીત પ્રશ્ર્નના જવાબમાં વિદેશ વિભાગના રાજય મંત્રી વી.મુરલીઘરને સ્પષ્ટ એકરાર કર્યો હતો કે, લદાખમાં 6 દાયકાથી ચીન દ્વારા ભારતીય પ્રદેશને પચાવી પાડવામાં આવ્યો છે. એટલુ જ નહીં પાનગોંગ સરોવળ પર ગેરકાયદે પુલ પણ બાંધવામાં આવી રહયાની ભારત સરકારે ગંભીરતાની નોંધા લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

મંત્રીએ જણાવ્યું હતું કે, 1962થી ચીનનો ગેરકાયદે કબ્જો છે એ વિસ્તારમાં પુલનું નિર્માણ કરવામાં આવી રહયું છે. મુરલીઘરને ગૃહને એવી માહિતી પણ આપી હતી કે, પાકિસ્તાને 1963માં ગેરકાયદે દબાવેલા ભારતીય વિસ્તારમાંથી શખ્સગમ ખીણનો 5180 ચો.મીટર જેટલો મુળ ભારતનો વિસ્તાર ગેરકાયદે રીતે ચીનને સોંપી દીધો હતો. છેલ્લા 6 સપ્તાહથી લદાખના ભારતીય પ્રદેશમાં ચીનની સેનાના ધામા છે.

વિદેશ રાજય મંત્રીએ જણાવ્યું હતું કે, ચીન પાકિસ્તાન વચ્ચે 1963માં થયેલા કહેવાતા સરહદી કરારા અંતર્ગત શખ્સગામ વેલીનો વિસ્તાર પાકિસ્તાને ગેરકાયદેસર ચીનને સોંપી દીધો હતો. ભારતે એ સમજુતીને માન્યતા આપી હતી. ભારતનો હંમેશા એ મત રહયો છે કે, એ કરાર ગેરકાયદે અને અયોગ્ય છે. હકિકત એ છે કે, જમ્મુ અને કાશ્મીરનો સમગ્ર પ્રદેશ અને લદાખનો પુરેપુરો વિસ્તાર એ ભારતનો જ અવિભાજય હિસ્સો છે. ચીન અને પાકિસ્તાનને ભારતે એ વિશે વારંવાર સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે.

Read Saurashtra Kranti E-Paper here

પૂર્વ લદાખમાં ચાલી રહેલા ધર્ષણ અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજદ્વારી અને લશ્કરી બન્ને પ્રકારે વાટાધાટો થઇ રહી છે અને લશ્કરી જમાવટ ઓછી કરાવવાના પ્રયાસો કરાવવામાં આવીરહયા છે. ભારતનું વલણ સ્પષ્ટ છે એલએસીનું બન્ને પક્ષોએ સન્માન કરવું જોઇએ અને ભોગોલીક સ્થિતિમાં ફેરફારનો કોઇ દેશ દ્વારા પ્રયાસ થવો ન જોઇએ. જે કાંઇ સમજૂતી થાય તેનો બન્ને પક્ષોએ પુરેપુરો અમલ કરવો જોઇએ. ભારતનો વાટાઘાટો દરમ્યાન પણ આ જ અભિગમ રહયો છે. ભારતીય સુરક્ષાને લગતા તમામ ઘટના ક્રમ પર સરકાર બારીક નજર રાખે છે અને આપણા સુરક્ષા હિતો માટે જરૂરી તમામ પગલા લેવામાં આવે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here