લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ સદ્ભાવના વૃધ્ધાશ્રમને અર્પણ કરાઈ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. સદ્દભાવના વૃધ્ધાશ્રમ આવા વડીલોને સાચવવાનું કાર્ય કરે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મનાં ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમને સંખાવરા પરિવાર દ્વારા લગ્ન પસંગે આવેલ ચાંદલ્લાની રકમ આશ્રમનાં વૃદ્ધોની સેવા કરવા તેમજ વૃક્ષોનાં વાવેતર માટે, પર્યાવરણ અને સ્વસ્થ સમાજનાં નિર્માણ માટે આપવામાં આવી.

Read About Weather here

તા.27 મે નાં રોજ પૂજા પોલીમર્સ અને અમૃત પોલીટેકનાં સંચાલક રમેશભાઈ ટપુભાઈ સંખાવરા અને મંજુબેન રમેશભાઈ સંખાવરાનાં સુપુત્ર કિશન સાથે પૂજાનાં લગ્ન યોજવામાં આવ્યા હતા. આ શુભ પસંગે યોજેલ સત્કાર સમારંભમાં પ્રાપ્ત થયેલ ચાંદલ્લાની રકમનો ઉપયોગ સંખાવરા પરિવારે સેવાકીય કાર્યો માટે કર્યો છે. સંખાવરા પરિવારનાં આ પ્રયાસે સમાજને સેવાકીય કાર્યો કરવા માટે એક નવો માર્ગ બતાડ્યો છે. એ બદલ સમગ્ર સંસ્થા તેમની આભારી છે તેમજ કિશન અને પૂજાનાં સુખમય લગ્ન જીવન માટે શુભકામનાઓ કરવામાં આવી છે. આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરિયા, ધીરેન્દ્ર કાનાબાર સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમ યાદીમાં જ્ણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here