લગ્ને લગ્ને કુંવારા…!

લગ્ને લગ્ને કુંવારા…!
લગ્ને લગ્ને કુંવારા…!

49 વર્ષના પિતાએ 18 વર્ષની યુવતી સાથે લગ્ન કરતાં લોકો દુઆને ટાંકીને કોમેન્ટ કરવા લાગ્યા તેમજ તેને સવાલ પૂછવા લાગ્યા, જેનાથી નારાજ દુઆએ પિતાના ત્રીજા લગ્નને લઈને ટિપ્પણી કરી છે. પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી PTIના સાંસદ આમિર લિયાકત હુસૈનના ત્રીજા લગ્ન પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ વચ્ચે તેમની યુવાન દીકરી દુઆ આમિરની પિતાના ત્રીજા નિકાહને લઈને પ્રતિક્રિયા સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ત્રણ લગ્ન કરી ચુક્યાં છે. ઈમરાને પોતાના સાંસદને ફોન કરીને લગ્નની શુભકામના આપી હતી. ખાસ વાત એ છે આમિરની બીજી પત્ની સાથેના તલાક બુધવારે જ થયા અને 24 કલાક પણ થયા ન હતા કે લિયાકત સાહેબે પોતાની ત્રીજી શરીક-એ-હયાત એટલે કે પત્નીનો પરિચય આપી દીધો.પાકિસ્તાની સાંસદ લિયાકત આમિરે 18 વર્ષની યુવતી સઈદા દાનિયા શાહ સાથે નિકાહ કર્યા છે. લિયાકતને એક પરણવા યોગ્ય દીકરી પણ છે, જેનું નામ દુઆ છે.

લગ્ને લગ્ને કુંવારા…! લગ્ને

દુઆના પિતાના આ લગ્ન બુધવારે થયા. બુધવારે જ પાકિસ્તાની સાંસદના બીજી પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સૈયદા તૂબા આમિર સાથે તલાક થયા હતા અને તે જ દિવસે તેમને ત્રીજા લગ્ન કરી લીધા. આમિરની ત્રીજી પત્ની અને તેમની ઉંમર વચ્ચેના અંતરને જોતા પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની કોમેન્ટ અને મીમ શેર કરી મજા લઈ રહ્યાં છે.’જિયો ન્યૂઝ’ મુજબ આમિર લિયાકત વારંવાર પોતાના વિચિત્ર નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ તેમનો ચાહક વર્ગ ઘણો જ મોટો છે.

આજ કારણ છે કે 2018ની ચૂંટણીમાં ઈમરાને તેમને પાર્ટી ટિકિટ આપી અને તે જીતીને સાંસદ પણ બની ગયા.હાલ આમિરે સોશિયલ મીડિયા પર કહ્યું- વઝીર-એ-આઝમ જનાબ ઈમરાન ખાન સાહેબે મને ફોન કર્યો અને નિકાહને લઈને અભિનંદન આપ્યા. હું તેમનો આભારી છું. જ્યાં સુધી મારા લગ્નથી જે લોકોને નથી નથી ગમ્યું તેમને હું ફક્ત એટલું જ કહીશ- દુનિયા જલે તો જલે.જો કે સોશિયલ મીડિયામાં કેટલાંક યૂઝર લિયાકત પર કટાક્ષ કરી રહ્યાં છે. એક યૂઝરે આમિરના જૂનાં ફોટા સાથે એક નવજાત બાળકીનો ફોટો મૂકતા કહ્યું- 18 વર્ષ પહેલાં લિયાકત અને તેમની પત્ની.

એક યૂઝરે કહ્યું- આમિરની પાસે બસ એક જ કામ છે. નિકાહ-તલાક, નિકાહ-તલાક અને નિકાહ-તલાક.તો લગ્ન પછી બંને નવદંપતીએ સાથે મળીને પાકિસ્તાની પોડકાસ્ટ નાદિર અલીને એક ઈન્ટરવ્યૂ પણ આપ્યો છે જેમાં બંને એકબીજાના હાથમાં હાથ નાખીને વાતો કરતા જોવા મળે છે.સાંસદની ત્રીજી બેગમ સઇદાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને આમિર સાથે પહેલી વખત ક્યારે પ્રેમ થયો જેના જવાબમાં કહ્યું, ‘નાનપણમાં, હું તેમને ટીવી પર જોતી હતી. જ્યારે હું રડતી હતી તો મારા અમ્મી-અબ્બૂ ટીવીમાં તેમને દેખાડતાં હતા.

‘સઇદાને એન્કરે પૂછ્યું કે જ્યારે તેઓ આમિરને ટીવી પર જોતા હતા તો ક્યારેય તેમના મનમાં તે વાત આવી કે એક દિવસ તેમની સાથે લગ્ન કરશે? જેના જવાબમાં સઇદાએ કહ્યું, ‘જ્યારે મારા નિકાહ થયા તે વાતને લઈને મને પણ વિશ્વાસ આવ્યો ન હતો. હવે મને લાગે છે કે આમિર લિયાકત મારા બની ગયા છે.’દુઆ આમિરે પોતાની ઈન્સ્ટાગ્રામ એક પોસ્ટ કરતા લખ્યું કે, ‘પ્લીઝ, મારા પરિવારને લઈને મારા પર કોમેન્ટ કરીને પોસ્ટમાં મને મેન્શન કરવાનું બંધ કરે. આ એકાઉન્ટ મારા આર્ટ વર્ક માટે છે જો તમે આ વાતને માન ન આપી શકતા હોવ તો તમે મને અનફોલો કરી શકો છો.’બુધવારે તેમની બીજી પત્ની સૈયદા તુબાએ તલાકની જાહેરાત કરી. આ પહેલાં તેઓ બુશરા આમિર સાથે પણ તલાક લઈ ચુક્યા છે.

Read About Weather here

ગુરુવારે લિયાકતે સોશિયલ મીડિયામાં જણાવ્યું કે સઇદા દાનિયા શાહ સાથે નિકાહ કરવા જઈ રહ્યાં છે. PTIના ચેરમેન અને વડાપ્રધાન ઈમરાન ખાને આમિર લિયાકતને અભિનંદન આપ્યા તે કોઈ ચોંકાવનારી વાત નથી. લગભગ 70 વર્ષના ઈમરાન ખાન પણ ત્રણ લગ્ન કરી ચુક્યા છે. પહેલી પત્નીનું નામ જેમિમા ગોલ્ડસ્મિથ, બીજી પત્નીનું નામ રેહમ ખાન અને ત્રીજી પત્નીનું નામ બુશરા બીબી મેનકા છે. ઈમરાનને પહેલી પત્નીથી પાંચ બાળકો છે. ઈન્સ્ટાગ્રામ પર તેમને 13 પોસ્ટ કરીને લગ્ન અંગે જાણકારી આપી. દાનિયા અંગે ‘ધ એક્સપ્રેસ ટિબ્યૂન’માં લખાયું- તે ગુરુવારે જ 18 વર્ષની થઈ છે. તો કેટલાંક મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું કે દાનિયા હજુ સ્કૂલમાં જ ભણી રહી છે અને લિયાકત 49 વર્ષના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here