લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો…!

લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો…!
લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો…!
અખિયાણા પાસે પૂરઝડપે આવી રહેલી ઇનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં બે વેવાઇનાં મોત થયાં હતા, જ્યારે ઇનોવા ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. માળિયા-અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મહત્ત્વનું છે કે કલોકનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાતાં લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો…! લગ્ન
બંને મૃતકની ફાઇલ તસવીર.

ગત રાત્રીના પોણા બાર વાગ્યાના સુમારે પટેલ સમાજનો પરિવાર કચ્છમાંથી સમુહ લગ્નોત્સવમાં વિધી પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો. ત્યારે માલવણ હાઇવે પરના અખીયાણા ગામ પાસે આવેલી શિવ શક્તિ હોટલ નજીક ઓવરબ્રિજ પાસે રાત્રીના અંધારામાં પુરઝડપે આવી રહેલી ઇનોવા કારના ચાલક વિનોદ દેવજીભાઇ પટેલે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બેકાબુ બનેલી કાર ડીવાઇડરને ટક્કર મારી રોડની બીજી સાઇટ આવી જતા ગાડીનો પેચો બોલી ગયો હતો.આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર વરરાજાના દાદા અને વરરાજાના નાના એટલે કે બંને વેવાઇઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.

લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો…! લગ્ન

Read About Weather here

જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતા એમને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા બજાણા પોલીસ મથકના સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને વેવાઇની લાશોને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી.સામાન્ય રીતે હાઇવે પર સર્જાતા ગમખ્વાર અકસ્માતનો સૌથી વધુ ભોગ ગાડીનો ચાલક બનતો હોય છે. ત્યારે માલવણ હાઇવે પર ઇનાવો કારના સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર બે વેવાઇના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જોકે, અકસ્માતમાં નંદાસણ ગામના ડ્રાઇવર વિનોદ દેવજીભાઇ પટેલનો આબાદ બચાવ થયો હતો.જ્યારે ગાડીમાં સવાર અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here