લગ્નની લાલચ આપી તરુણીને ભગાડી રાજકોટ લાવનાર શખ્સ ઝડપાયો (27)

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

લગ્નની લાલચ

Subscribe Saurashtra Kranti here.

લગ્નની લાલચ આપી તરુણીને ભગાડી રાજકોટ લાવનાર હાર્દિક હીરાભાઈ ડોકલ નામના વ્યક્તિને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું કે, સગીરાના પિતાએ જૂનાગઢ જિલ્લાના શીલ પોલીસ મથકમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આપણા સમાજમાં અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. જેમાં સગીર વયની દીકરી સાથે બદકામ આચરવાના ઇરાદે તેને બહેલાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે આ જ પ્રકારનો કિસ્સો રાજકોટમાં પણ સામે આવ્યો હતો.

કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એન ચુડાસમાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કુવાડવા રોડ ઉપર સાત હનુમાન મંદિર પાસે અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન એક યુવાન અને એક યુવતી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ બન્નેને અટકાવી તેમની પૂછપરછ કરતા છોકરાએ પોતાની ઓળખ હાર્દિક હીરાભાઈ ડોકલ હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ તે પોતે માંગરોળ તાલુકાના સરમા ગામનો રહેવાસી હોવાનું પણ જણાવ્યું હતું.

સમગ્ર મામલે તરુણીની પૂછપરછ કરતા હાર્દિક તેને લગ્નની લાલચ આપી ૮મી માર્ચના રોજ ભગાડીને રાજકોટ લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ખરાઇ કરતા તરુણીના પિતાએ અપહરણની ફરિયાદ જૂનાગઢના શીલ પોલીસ મથકમાં નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.

Read About Weather here

ત્યારે કુવાડવા પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસ તેમજ તરુણીના પિતાને તરુણી રાજકોટથી મળી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આગળ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here