લગ્નના જમણવારમાં 150 લોકોને ફૂડ પોઇઝનિંગ

લગ્નના જમણવારમાં 150 લોકોને ફૂડ પોઇઝનિંગ
લગ્નના જમણવારમાં 150 લોકોને ફૂડ પોઇઝનિંગ
મોડી રાત્રે 11 વાગ્યે આ લખાય છે ત્યાં સુધી 150થી વધુ કેસ હોસ્પિટલમાં આવ્યા હોવાનું હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા જણાવાયું છે.પ્રાપ્ત માહિતી મુજબ, છોટાઉદેપુરના એક વિસ્તારની દીકરીના લગ્નપ્રસંગે બપોરના સમયે જમણવાર રાખ્યો હતો, એક બાજુ, વડોદરાથી જાન પણ આવી ગઈ હતી. છોટાઉદેપુરના ક્સ્બા વિસ્તારમાં આજે લગ્નપ્રસંગે યોજાયેલા જમણવાર બાદ મહેમાનોને ખોરાકી ઝેરની અસર થતાં દર્દીઓથી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ઊભરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

બધા બપોરનું જમણવાર જમ્યા હતા. અને લગભગ સાંજના છ વાગ્યાના અરસામાં અચાનક લોકોને ઝાડા-ઊલટીની અસર શરૂ થતાં વારાફરતી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.આજે રવિવાર હોવાથી મોટા ભાગનો સ્ટાફ રજા પર હતો, પરંતુ જોતજોતાંમાં દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઇ ગઈ હતી અને હાજર ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ પણ ઓછો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ દર્દીઓની સંખ્યામાં સતત વધતી જતી હતી, જેને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરીને જિલ્લાની અન્ય હોસ્પિટલમાથી ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ મોકલવા માટે વિનંતી કરાઇ છે.

Read About Weather here

અત્યારસુધી 150 જેટલા કેસ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં આવી ગયા છે, અને હજુ પણ દર્દીઓ આવતા હોવાનું જણાવી રહ્યા છે. 3 જેટલા દર્દીઓને વધારે છે કે જેઓને ચક્કર, ઝાડા-ઊલટીની અસર છે, હજુ એકપણ દર્દીઓને રજા આપી નથી ,બધા જ અહીં જ છે. અત્યારે ત્રણ ઘણો સ્ટાફ કામે લાગ્યો છે, અને બીજી હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવા માટે પણ વિચારી રહ્યા છે, રાત્રી સમય માટે વધારાના સ્ટાફ માટે વ્યવસ્થા કરી છે જે કલાક દોઢ કલાકમાં આવી જશે. -ડો. યોગેશ પરમાર, સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ, છોટાઉદેપુર.ખોરાકી ઝેરની અસર જણાતા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ હતી અને દર્દીઓને સુવડાવવા માટેના બેડ પણ ખૂટી ગયા હતા, જેને લઈને દર્દીઓને જમીન પર સૂવડાવીને સારવાર કરવાની પડી હતી. તેઓને પણ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેઓ છોટાઉદેપુરથી નીકળીને વડોદરા જવા નીકળી ગયા હતા.આ લગ્નપ્રસંગમાં વડોદરાથી જાનૈયાઓ આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here