લખીમપુર ખીરી હિંસાનાં મામલે સંસદમાં ધમાલ, બંને ગૃહો મોકૂફ

લખીમપુર ખીરી હિંસાનાં મામલે સંસદમાં ધમાલ, બંને ગૃહો મોકૂફ
લખીમપુર ખીરી હિંસાનાં મામલે સંસદમાં ધમાલ, બંને ગૃહો મોકૂફ

કેન્દ્રનાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ કરવા વિપક્ષની માંગણી: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો બપોર સુધી સ્થગિત

યુ.પી. નાં લખીમપુર ખીરીની કિસાન વિરોધી હિંસાનાં મુદ્દા પર આજે ફરીવાર સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો. સીટનો અહેવાલ આવ્યા બાદ વિપક્ષોએ સંસદમાં આક્રમક વલણ બતાવતા બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસ સહિતનાં વિપક્ષોએ કેન્દ્રનાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનાં રાજીનામાની માંગણી કરી હતી. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કામગીરી બપોર સુધી સ્થગિત રાખવાની ફરજ પડી હતી.

વિપક્ષો મિશ્રાને કેન્દ્રીય કેબિનેટમાંથી દૂર કરવા લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. આજે પણ જોરદાર ધમાલ મચી ગઈ હતી.લોકસભામાં વિપક્ષોએ કાર્યવાહી ખોરવી નાખી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહનાં નેતા પીયુષ ગોહેલે ટકોર કરી હતી કે, આ પાયા વગરનો મુદ્દો છે.

સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ તપાસ થઇ જ રહી છે અને આખો મામલો ન્યાયાધીન છે. છતાં વિપક્ષો સંસદનું કામ ચાલવા દેતા નથી અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

લોકસભામાં આજે ફરીથી શોરબકોર મચી ગયો હતો. વિપક્ષોએ મિશ્રાનાં રાજીનામાની માંગણી કરી હતી. સભ્યો ગૃહની મધ્યમાં ધસી ગયા હતા અને કિસાનો માટે સુત્રોચ્ચાર કર્યા હતા. આ દેખાવો દરમ્યાન ટીએમસી નાં સાંસદો એમની બેઠક પર બેઠા રહ્યા હતા.

શોરબકોર વધી જતા છેવટે સ્પીકર ઓમ બિરલાએ બપોર સુધી કાર્યવાહી સ્થગિત કરી હતી. બપોર બાદ કાર્યવાહી શરૂ થયા પછી પણ વિપક્ષી ધાંધલધમાલ ચાલુ રહેતા સ્પીકરે આજના દિવસ માટે કાર્યવાહી મુલતવી કરી દીધી હતી.

Read About Weather here

દરમ્યાન આજે અજય મિશ્રાને પત્રકારોએ એમના દીકરા વિશે પ્રશ્ન કરતા મંત્રીએ ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં પત્રકારોને બદમાશ પણ ગણાવ્યા હતા. લખીમપુરમાં ખેડૂતો પર કાર ચલાવીને હત્યા કરવાના બનાવ અંગે હાલ કેન્દ્રીય મંત્રીનો પુત્ર જેલમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here