રોજ ફોને કરો ત્યારે માળો છો પણ ઓળખો છો આ ગુજરાતીને…!

રોજ ફોને કરો ત્યારે માળો છો પણ ઓળખો છો આ ગુજરાતીને...!
રોજ ફોને કરો ત્યારે માળો છો પણ ઓળખો છો આ ગુજરાતીને...!

અત્યારે આપણે કોઈને ફોન કરીએ ત્યારે સામે છેડેથી કોરોના વેક્સિનેશન અંગેની નવી કૉલર ટ્યૂન સંભળાય છે. દેશમાં 100 કરોડ કોરોના વેક્સિનેશનનો આંકડો પાર કરવાની ઉજવણીના ભાગરૂપે આ કૉલર ટ્યૂન તૈયાર કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ શું તમને ખબર છે કે આ કૉલર ટ્યૂન પાછળ કોનો અવાજ છે? દેશભરમાં દરેક લોકોના મોબાઈલમાં કૉલર ટ્યૂનમાં જે અવાજ સંભળાય છે તે એક ગુજરાતી છે. આ યુવા ગુજરાતી એટલે પાર્થ તારપરા. હા, પાર્થ તારપરાએ જ આ કૉલર ટ્યૂન માટે પોતાનો અવાજ આપ્યો છે.

પાર્થ તારપરા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લોના વતની છે. પાર્થ તારપરાએ એન્જીનિયરિંગ કર્યા બાદ એક રેડિયો સ્ટેશનમાં કોપી રાઈટર તરીકે નોકરીની શરૂઆત કરી હતી.બાદમાં માય એફએમમાં રેડિયો જૉકી તરીકે જોડાયા હતા.હાલમાં ફિલ્મ પ્રોડક્શન હાઉસ સાથે ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે સંકળાયેલા છે.

અમદાવાદમાં એક પ્રોડ્ક્શન હાઉસ સાથે કામ કરતાં પાર્થ તારપરા ડોક્યુમેન્ટરીની કોપી લખે છે અને સાથેસાથે જરૂર પડ્યે વોઈસઓવર પણ કરે છે. આવી જ રીતે તેમણે ભારત સરકાર માટેની ડોક્યુમેન્ટરીમાં પણ અવાજ આપ્યો હતો.

જે તે સમયે આ અવાજ જે તે મંત્રાલયને પસંદ પડ્યો હતો. હવે જ્યારે નવી કોલર ટ્યૂન બનાવવાની વાત આવી ત્યારે દેશભરમાંથી વોઈસના સેમ્પલ મંગાવાયા હતા. આ સેમ્પલના આધારે અંતે પાર્થ તારપરા જ બાજી મારી ગયા.

અગાઉ 100 કરોડ વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો કરતા કરાયેલી ઉજવણીના ભાગરૂપે ‘100 કરોડ વેક્સિનેશન એન્થમ’ થીમ સોંગ પણ લોન્ચ કરાયું હતું. આ એન્થમ સોંગ પણ ખુદ પાર્થે જ લખ્યું હતું. આ સોંગ જાણીતા પ્લેબેક સિંગર કૈલાશ ખેરે ગાયું હતું.

Read About Weather here

આ જર્ની વિશે વાત કરતાં પાર્થ તારપરા કહે છે કે, કોઈપણ વ્યક્તિને સફળ થવું હોય તો તેમણે ગમતું કામ કરવું જોઈએ. શરૂઆતમાં ભલે થોડી ઘણી તકલીફ પડે પણ છેવટે સફળતાએ સામે ચાલીને આવવું પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here